નિમિત્ત બનનાર

નિમિત્ત બનનાર

કુદરતી નિયમ એવો,પ્રસિધ્ધી કાજ કોઈને નિમિત્ત બનાવે માનવ કંઇક કરી જાય એવું,જે એને જગતે મશહુર બનાવે

વૃક્ષથી ફળ પડતાં,ન્યુટન પહેલાં, માનવોએ જોયાં અનેક
પણ,ગુરુત્વાકર્ષણ શોધ્યું ન્યુટને.ને કાર્ય કરી દીધું કેવું નેક !!

આઝાદી ભારત દેશને મળે,ગાંધી પહેલાં, યત્ન ઘણાએ કીધાં
નસીબદાર મહાત્મા ગાંધીને,ભારતે રાષ્ટ્રપિતા બનાવી દીધાં

શોધતાં ઉદાહરણો મળી રહે દુનિયામાં અનેક ને વળી ઘણા
શક્તિઓને એમની નમન,માનવું પડે,તેઓ નસીબદાર ઘણા

કિન્તુ મિત્રો,ફક્ત નસીબ ભરોસે બેસનાર,ના કદી કુચ શકે કરી
મગજ ને મહેનતને કુશળતાથી ભેળાં કરે,એના દિવસો જાય ફરી

જગે બેજોડ વ્યક્તિત્વને ના ઢાંકી રાખી શકાય, ઘણો સમય
ખરું, કોલસામાંથી હીરો બનાવામાં લાગવાનો ઘણો સમય

દિપક,વખાણી રહ્યો શક્તિને કે નસીબને, ના સમજી શકાય
સમજુ તો સમજી જવાના,અન્ય કાજ શીદ કરું જુદા ઉપાય?

દિપક ઠોકિયા,માર્ચ ૧૨,૨૦૧૭
dipakthokia.wordpress.com

Advertisements
Standard

ઝભલાંથી શરુ, તે….

ઝભલાંથી શરુ, તે…..

પહેલું વસ્ર માનવનું ઝભલું નાનું એક
વય વધતાં કપડાં વધે,ને વળી વિવેક

સામાજિક,આર્થિક,ભૌગોલિક,સ્વ તાકાત
ઉત્તમ મળે એ ખુશ,નાખુશ રહે બાકાત

તંદુરસ્તી,સંતોષ,સારું કૌટુંબિક જીવન
સુખના મુળ,પસાર થાય જીવન વન

ગજવા વિનાનું ઝભલું બને ભુતકાળ
એવું જ વસ્ર રાહ જુએ, આવે છે કાળ

ઝભલાંથી શરુ,ને કફનથી થાય ખતમ
સજ્જનની વિદાય ફેલાવી રહે માતમ

ગયા બાદ જીવી જનાર મળી જાય થોડા
બાકી, તબેલા બંધ ને નાસી ગયા ઘોડા

દિપક,સમજાય એવી નથી થતી વાત ?
પ્રયત્ન કર્યો, કુટેવે થઇ ગઈ આડવાત

દિપક ઠોકિયા, જાન્યુઆરી ૯, ૨૦૧૯

Standard

પારકી મા જ કાન વીંધે

પારકી મા જ કાન વીંધે

દીકરીને તો ખુબ જ રૂપાળી કરવી છે દરેક માતાએ
નાક-કાન કોણ વીંધે?એ કરવું પડે પારકી જનેતાએ

સર્જન ડોક્ટર ક્યાં પોતીકાંના ઓપરેશન કરે છે ?
ભલભલા ઓપરેશન કરનાર ડોક્ટર ત્યાં કેમ ડરે છે ?

વિશાળ અનુભવે એક સચોટ કહેવત જગતને મળે છે
આથીજ ઘણી વાર કહેવતોમાંથી ઉત્તમ જ્ઞાન મળે છે

મન,પારકા પોતાનાની જંજાળમાં કેમ સદા પડે છે ?
ખબર નથી પડતી, કુદરત આવાં નિયમો કેમ ઘડે છે !

ગીતા વાળી સ્થિતપ્રજ્ઞતા શું શબ્દકોષમાં જ મળે છે?
વિરલ કોઈ વ્યક્તિ મળે, જરૂર મળવાનું દિલ કરે છે

દિપક,કુટેવતારી,ક્યાંથી શરુ કરી, ક્યાં ક્યાં ફરી વળે છે
લાગે,ગાડી તારી આજકાલ કોઈ ભલતા પાટે જ દોડે છે

દિપક ઠોકિયા,નવેમ્બ ર૬, ૨૦૧૫

Standard

શું જોઈએ? શું નહિ,એને

શું જોઈએ? શું નહિ,એને

ઈચ્છું,માનવ,માનવીય અવશ્ય બને
જો એવું થાય,તો મને ખુબ ખુબ ગમે

દૂધ,ફૂલ-ફળ,ચઢાવો,ના હોય તો ચાલે
હું ઈચ્છું, માનવ,રાક્ષસ બની ના ફાલે

ટીલા-ટોપી જે હશે,મને એ તો ચાલશે
માનવી, ઢોંગ-ધતુરે ના બિલકુલ ફસે

ચાલે,ઈશ્વર,ખુદા,ઈશુ,પરવરદિગાર નામ
ના કરો અમાનવીય કામ, મને બદનામ

મને,સર્વત્ર,સર્વજ્ઞ,ના માનો એ ચાલશે
પ્રિય એ માનવી,જે મનોભાવથી નમશે

દિપક, ઈશારો તારો ભાસે સુચક ખરો
મંઝીલે પહોંચે,ના પહોંચે,ના ખરખરો

દિપક ઠોકિયા, જાન્યુઆરી ૫, ૨૦૧૯

Standard

સૌ ના હાથની વાત

સૌ ના હાથની વાત

હાથની વાત હોય અને કામ ના થાય,તો સમજનારે શું સમજવું ?
સમજુ સમજી જાય તુરત,હાથની એ વાત,મનની નહોતી એ સમજવું

જન્મ,મરણ,કુદરતની અપાર શક્તિ,એ માનવના હાથની વાત નથી
દાનવના હાથની આ વાત હોત તો ?શું દુનિયાનું થાત સમજાતું નથી

ઘણી બાબતો,વિજ્ઞાનની હરણફાળ ભરતા આજના માનવના હાથમાં છે
છે સક્રીય માનવ એ બાબતે? છે વિચારે ગંભીરતાથી? મને તો શંકા છે,

પર્યાવરણ,બિન જરૂરી ધાર્મિક ઝનુન,હિંસા,બાબતે ગંભીરતાથી વિચારો,
સજાગતા,રાહત અવશ્ય આપશે,કરી સુધારો બદલો આપણા આચારો

જીવવા જેવી જિંદગી,ને આ સુંદર જગત,મિત્રો છે આપણા સૌના હાથમાં
તક મળેલી અમુલ્ય આ,ના વેડફો,લઇ લો પ્રેમથી એને તમારી બાથમાં

દિપક,તારા હાથમાં છે એ તું કર્યાં કર,જગત આખું જાણે છે આ વાત
કોઈને ખબર નથી ને બધા જાણે છે અતિ અગત્યની, આ હાથની વાત

દિપક ઠોકિયા,મેં ૫, ૨૦૧૫

Standard

મિલન,રહી ગયું

મિલન,રહી ગયું

મળવા લાયક સ્વજનોને, રહી ગયું મળવાનું
શું એ દર્દ સાથે હવે આજીવન બસ રડવાનું?

મળીને કેટ કેટલી વાતો કરવી’તી,રહી ગઈ
કરવાનું કામ રહી ગયું,અક્કલ ક્યાં હતી ગઈ?

અફસોસ તો રહેવાનો,ભુલાવાની નથી ભુલ
જાણે,ખરે ટાણે, વીજળી થઇ ગઈ હતી ડુલ

સજ્જન મિત્રો તો કદાચ કરી યે દેશે માફ
પણ હું શી રીતે કરું મારા દુઃખી દિલને સાફ?

દોસ્તો,પહેલું કામ જ પહેલું કરો,એજ સાચી રીત
ના થવું જોઈએ દુર,જેણે નિસ્વાર્થ કરી હતી પ્રીત

દિપક, કહેવાયું છે એમ, રાંડ્યા પછીનું ડહાપણ
શાબાશ,તું જાતે જ કબુલે,આચરેલું નર્યું ગાંડપણ

દિપક ઠોકિયા,સપ્ટેમ્બર ૨૪,૨૦૧૭

Standard

જાદુ,વેણ-નેણ ના

જાદુ,વેણ-નેણ ના

બિચારા જુવાન હૈયા, ચઢે વેણ-નેણ ની અડફટે

ના કહેવાય,ના સહેવાય,દિલે ખુશીની ધાણી ફૂટે

મંઝીલે પહોંચે થોડા,થોડા અટવાય,થોડાનું શું થાય?

થોડા ખુશ,થોડા નારાજ,બાકીના થોડા ભારે મુંઝાય,

કુદરતે ગજબની શક્તિ અર્પી,માનવના વેણ-નેણ ને

વેણ દઝાડે,ને રુઝાડે,નેણ નચાવે,નાથે નાગની ફેણને,

કુદરતે આપેલા આ હથિયાર,વાપરો રાખી શુદ્ધ વિચાર

ભલું કરવા જ વાપરો,ના વાપરો કરવા ભારે અત્યાચાર

એક છરી ડોક્ટરની,બીજી ગુંડાની,વાપરવામાં કેટલો ફેર !

એક નવજીવન અર્પે,બીજી હરે,વાપરો એમ,થાય મહેર

દિપક,કુદરત તો ઠીક જ આપે,નથી એમાં કોઈ જાતનો શક

બુદ્ધિયે તો આપી જ છેને?વાપરોએમ કે થાઓ ચકાચક

દિપક ઠોકિયા,જુન ૨૧, ૨૦૧૬

Standard