જો ફરજ ચુકાય

જો ફરજ ચુકાય

થોડી વિચિત્ર, છતાં સત્ય વાત,એક ફરજ ચુકે
ગુનો એનો,કિન્તુ બીજા અન્યોને મુશ્કેલીમાં મુકે

જ્યાં માબાપ ફરજ ચુકે,એમના સંતાનો એ સહે
પુખ્ત સંતાનો ચુકે,માબાપ એમનું દુઃખ કોને કહે?

શિક્ષક ફરજ ચુકે,એના વિદ્યાર્થીઓએ સહન કરવાનું
સૈનિકો કર્તવ્ય ચુકે, પુરા દેશને ભાગે આવે મરવાનું

જે સરકાર ફરજો ચુકે,પ્રજા તો અવશ્ય થાય પરેશાન
એમને ચૂંટવામાં પ્રજા ફરજ ચુકે,તો ના થવાની હેરાન?

દરેકે ફરજ બજાવવી જ જોઈએ, એ જ તો સાચો ધર્મ
સુખી સમાજ ત્યારેજ બને,જો હરેક મગજે ઉતારે આ મર્મ

અધિકાર માંગો એ પહેલાં ભાઈબહેનો ફરજ તો નિભાવો
કોઈ પોતાની ફરજ ના ચુકે,ના મળે લોકશાહીનો લહાવો?

દિપક,ગર્ભ-સંસ્કારથી જ જો બાળકને ફરજનું થાય ભાન
કોની તાકાત છે રોકવાની ? બનતાં મારા દેશને મહાન

દિપક ઠોકિયા, જુલાઈ ૧૭, ૨૦૧૭
dipakthokia.wordpress.com

Standard

One thought on “જો ફરજ ચુકાય

  1. Heta says:

    દિપક,ગર્ભ-સંસ્કારથી જ જો બાળકને ફરજનું થાય ભાન
    કોની તાકાત છે રોકવાની ? બનતાં મારા દેશને મહાન
    Wah Wah 👏🏼👏🏼👏🏼👏🏼amazing 👌🏻👌🏻

    Like

Leave a comment