ના…અંતર વચ્ચે અંતર

ના…અંતર વચ્ચે અંતર

દોસ્તો,ભલે હોય આપણી વચ્ચે હજારો માઈલનું અંતર આજ
દુરના કરશો મને અંતરથી,યાદ કરજો છોડી સઘળાં કામકાજ

હું ક્યાં ભુલ્યો છું તમને?યાદ વિતાવેલી દરેક અણમોલ પળેપળ
સાચું કહું?ક્યારેક તો હળવેથી લુછી લઉં,નેત્રે પધારેલું ભીનું જળ

નસીબદારોના અંતર વચ્ચે અંતર હોતું નથી,યાદ હોય છે નિરંતર
કમનસીબોનુ કોઈ હોય ભલા?ભુલાઈ જાય, સૌના અંતરેથી સદંતર

અંતર મળતાં ખુશી છલકાય,મિત્રો રાખો એવું અંતર, સુગંધી અત્તર
મહેકે ચારેકોર,વારંવાર હાજરી પુરાવે,ક્યારેક તોડીને વજ્રસમ બખ્તર

ઝાંસીની રાણી,ભગતસિંહ, કેટલાં દેશભક્તો,ગયાંને થયા દિવસો ઝાઝા
ભુલ્યા કદી આપણે?સમયનું અંતર કેટલું!છે મગજે આપણા તરોતાજા

દિપક,અંતરના ઊંડાણેથી થયેલી વાત,કદાચ ભીંજવે સાથીઓના અંતર
નક્કી, ના રહેશે અંતર વચ્ચે અંતર,સ્નેહસાગર વહેશે આપણો નિરંતર

દિપક ઠોકિયા જુન ૧૧, ૨૦૧૫

Standard

One thought on “ના…અંતર વચ્ચે અંતર

  1. Heta says:

    Amazing daddy 👌🏻I had tears in my eyes
    Reading this. 🙏🙏🙏👌🏻👌🏻👌🏻super words
    👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

    Like

Leave a comment