પુર્ણવિરામ તો આવશે

પુર્ણવિરામ તો આવશે

છેલ્લો શ્વાસ જીવનનું છેલ્લું પુર્ણ વિરામ બને
એ પુર્ણ વિરામ કદી છોડવાનું મને કે તમને?
અનેક ચિન્હો જીવન દરમિયાન આવે ને આવે
અલ્પવિરામ,આશ્ચર્ય,પ્રશ્નાર્થ,માનવને ગુંગળાવે

અલ્પબુદ્ધિ,સંપૂર્ણપણે,પુર્ણ વિરામને ભુલી જાય
વળી બીજા ઘણા અવગુણો સહિત જીવતો જાય !!

ભલભલા ગયા,ને જવાના,માનવ કેમ જાય ભુલી?
માનવી રાખે કદી કાબુમાં મોંમાં પોતાની લુલી?

માનવ મળે સારા,ઠીક,ના સારાગણાય ના ખરાબ
કોઈ નશામાં, કેટલાંક ના અડકે જીવનભર શરાબ

વિચારો ને ક્યારેય નડતું નથી આપણું પુર્ણ વિરામ
ગયા પછી યે પુજાય,ના કરીએ એ માનવીને સલામ ?

ફરજ પર પુર્ણવિરામ?એથી તો સર્જાય અનર્થ અનેક
શિક્ષક,સૈનિક,ડોક્ટર અટકે તો બને વેરવિખેર છેક

ઈચ્છાઓ પર મુકાય તો મનની શાંતિ મળશે ખરી
ખોટે સમયે મુકાય, બને એવું કે થઇ જાય ખરાખરી

દિપક,પુર્ણવિરામ પર પુર્ણવિરામ મુક,મળે આરામ
સજ્જનોની સંખ્યા દુર્જનો કરતાંવધે તો ,આવે કામ

દિપક ઠોકિયા

Standard

દરિયો,યાદો તણો

દરિયો,યાદો તણો

કેટકેટલી યાદ મારા હૈયે ધરબાયેલી પડી
હટી ના મગજેથી,ક્ષણ ભર કેવી એ ઘડી !

બાળપણના સાથી,છૂટ્યા પછી ના મળ્યાં
સંભારણા એમનાં,ગળપણથી વધુ ગળ્યાં

શાળાના મિત્રો,એકાદ બે આજે પણ સાથે
યાદગાર સાંજો ગાળી ઘણી એમના સંગાથે

કોલેજ યારોની વાત જ જુદી જ ભુલાય કેમ ?
કેટલાંક મોટાં માથા થયાં, મળાય જેમતેમ

થાડા હજી યાદ કરે,સમય નથીની ફરિયાદ કરે
એક બે તો હયાત નથી,તો યે સપને આવી ફરે

ક્યાં ખબર હતી? યાદો આટલી કિમતી હોય !
ખોયા પછી કિંમત સમજાય,મુખ હસે દિલ રોય

દિપક,શીખ આવતી પેઢીને આપ,ચાલે પુરી સદી
યાદોનો સંગ્રહ સાચવો ના ટાળો મળવાનું કદી

દિપક ઠોકિયા 3-7-2015

Standard

ના દેખાતા જખમો

ના દેખાતા જખમો

તન પર પડેલા જખમો ના જગથી અજાણા
દિલે પડેલા? અદ્શ્ય, જાણે કેવા સંતાણા !!

અંતર્મુખી કહે કોઈને?સંતાડે જાણે ખજાનો
દિલે દુઃખી,તો યે લાગે સૌને પોતાનો મજાનો

જખમો,આજીવન સાથે ને અંતે સાથે જ જાય
કનડતા પગરખાંની જેમ કોઈને ના કહેવાય

સમજનારા સમજે,પણ સામેથી વળી પુછાય ?
દુઃખી આવા,જીવનભર મનમાંને મનમાં મુંઝાય

સહૃદયી મિત્રને કહીને,જરા કરી શકાય હળવા
અવશ્ય મળો એમને,જરૂરી જણાય જે મળવા

દિપક,આપવીતી?હા કહું કે જવાબે ના કહું ?!!
જરૂરી?સઘળું જે સમજે એમને વળી હું શું કહું ?

દિપક ઠોકીયા 26-6-2020

Standard

મન તણા માલિક

મન તણા માલિક

મન વામન બને, વિરાટ વેદના છોડી જાય

વિરાટ મનમાં સદા આનંદ સાગર લહેરાય

મનને લગામે રાખો,ના બનો એના ગુલામ

મનને મહેકતું રાખે,એના માલિકને સલામ

સંકુચિત મન,સદા સંકુચિત વિચારો આપે

અનેક અનર્થો સર્જાયા,એવા મનના પ્રતાપે

મગજ મનનો પિતા,ને બહેન એની બુદ્ધિ

મન,બુદ્ધિ બંને બગડે,તો ક્યાંથી મળે શુદ્ધિ ?

મન,મોતી ને કાચ,સાચવો સદા કાળજીથી

તૂટ્યા તો ના સંધાય,ભલે જાઓ મથી મથી

દિપક,સાચેજ મનોવિજ્ઞાન યે મોટું વિજ્ઞાન

મનમાં મેળવો,મનમાં ત્યાગો,છે મોટું જ્ઞાન !

દિપક ઠોકીયા 26-6-2020

Standard

સાચી દિશા ને રાહ

સાચી દિશા ને રાહ

કુદરતે શું શું નથી દીધું માનવ જાતને ?
અપાર શક્તિ,સ્વીકારે પુરુ જગત વાતને

દેવ બનો,યા દાનવ,જેવી તમારી મરજી
આખરે માનવ છો,રહો,નમ્ર એજ અરજી

જ્ઞાન સમું મળવું મુશ્કેલ અતિ શસ્ત્ર બીજું
વાપરી સાચી દિશાએ,બનાવીએ નેત્ર ત્રીજું

સંસ્કાર,શિક્ષણ,વાતાવરણ,અગત્યના ભારે
ઉત્તમ મળે,સાચા વપરાય,તો જગતને ઉગારે

વિપરીત ઉપયોગ ટાળો,સદમાર્ગે સદા રહો
નીડરતાથી સાચું હોય એ જ કરો અને કહો

સૌ નું ભલું વિચારો ને એ અનુરૂપ જ કરો
મળેલી શક્તિ સાચી દિશા-રહે વાપરી ફરો

દિપક,ફરી સંત વાણી? કદાચ ના યે ગમે
કહેવું એટલું જ,કહો-કરો એવું,સૌ પ્રેમે નમે

દિપક ઠોકીયા 26-6-2020

Standard

બોલી બાબતે બોલું ?

બોલી બાબતે બોલું ?

બાર ગાઉએ(ગામે) બોલી બદલાય, ગુજરાતી કહેવત ઘણી પુરાણી
બોલીના વળી પોતીકા લક્ષણ,લહેકો,ઝટકો ને વળી અલગ લાગણી

કાઠીયાવાડી,ઉત્તર ગુજરાતી,ચરોતરી ને રીતભાત જુદી મારા સુરતની
સુરતીનો પ્રેમ પણ ગાળ થી ને ગુસ્સો યે ગાળ થી,વાત અલગ ભરૂચની

ભાષા એટલે લગ્નમંડપે બેઠેલી કન્યા,બોલી જાણે બિન્દાસ અલ્લડ યુવતી
ભાવ બંનેના જુદા જુદા,એક ગંભીર ને બીજી આનંદે ઘુમે, માણે પુરી મુક્તિ

સૌરાષ્ટ્રનો મીઠો આવકાર,વડોદરાવાસી શુધ્ધ,અમદાવાદની જુદી જ બોલી
ભાગ ગુજરાતનો હોય કોઇપણ,ગુજરાતી ચોક્કસ જ બોલશે પુરું તોલી તોલી

બોલી બનાવે,બોલી બગાડે,દોસ્તો રાખો તમારી વાણી પર પુરેપુરો કાબુ
પ્રસંગ પ્રમાણે બોલો,સાચું ને સાથે સારું યે બોલો,બનાવો ના જીભ બેકાબુ

દિપક,ભાષા,બોલી, વાણી,કે બીજું કંઇ, કહેવું હોય તે તમે બોલો અને કહો
દુનિયાને કોઈપણ ખુણે ખુશીથી જઈને વસો,ગુજરાતી છો ને ગુજરાતી રહો

દિપક ઠોકિયા 4-4-2015 (મારા મોહક નો જન્મદિવસ)

Standard

કુટપ્રશ્નો અનેક

કુટપ્રશ્નો અનેક

નજીવી મુંડીથી ગરીબ બાપ,દીકરીને પરણાવે કે દીકરાને ભણાવે
એ જે નિર્ણય કરે ,એને દંભી સમાજ પુરેપુરી બેવકૂફી જ ગણાવે

ટુંકા પગારે, ઘર ચલાવે કે પાળે, ખોખલા નિયમો એના સમાજના
કેમ હજી ભીંસાય બિચારો મધ્યમ વર્ગ?નિયમો તોડો કુરીવાજના

નર્મદ અમથો વીર નથી કહેવાયો,સદી પહેલાં ઝઝુમ્યો પૂરી તાકાતથી
આજે સેંકડો નર્મદ ઘટે,યુવાનો જાગો,બચાવો આવા બુરા આઘાતથી

થોડીથોડી સમજ દેખાય અહીં તહીં, વખાણો એ સમજ ને મન ભરી
સર્વત્ર સચ્ચાઈ ભારોભાર ફેલાય, ભલે થઈ જાય એ કરવા કાજ ખરાખરી

મધ્યમ વર્ગનો સજ્જન દીકરો,દવા કરે મા-બાપની કે ભણાવે સંતાનને
મુંઝાઈને ઝુરે,સ્વીકારે બંને જવાબદારી,કૂટપ્રશ્ન એ મજબુર ઇન્શાનનો

દિપક,યથાશક્તિ મદદ કરવામાં ના પાછા પડો,વિના પ્રસંશાની આશ
મનને મળશે ભરપુર શાંતિ, જીવને મળશે અનેરી ખુશી ને અપુર્વ હાશ

દિપક ઠોકિયા

Standard

મનોબળ તાકાત

મનોબળ તાકાત

વજ્ર સમ મજબુત હોવું ઘટે,મનોબળ આદરણીય માનવનું
અનેક બળોમાં આગવું સ્થાન, પુજનીય માનવોના મનોબળનું

મનોબળ,ગજબની આંતરિક શક્તિ, પ્રગટી ઉઠે યોગ્ય પ્રસંગોએ
સામાન્ય જન ને મનોબળની તાકાતવાળો,અલગ દિશે પ્રસંગોએ

કસોટી? શુધ્ધ સોના જેટલી જ કસોટી થાય,માનવના મનોબળની
સાચા પાર ઉતરે,કાચા થાય નિષ્ફળ,વાહ થાય સફળ મનોબળની

ફેર, શારીરિક અને મનોબળ શક્તિમાં,સમજુ ધરાવે ફેરની પરખ
જુઓ શરીર મહાત્મા ગાંધીનું,કિન્તુ એના મનોબળે વ્યાપ્યો હરખ

સત્યનિષ્ઠા,અડગતા,નીડરતા,ભેગાં થઇ રચે ઉચ્ચ કક્ષાનું મનોબળ
વિકટ પળે પ્રગટ થઈ, અચરજમાં નાંખે,સામે હોય કોઈપણ બળ

દિપક,સીધો સાદો માનવી કેળવી શકે મનોબળ,જણાય જાદુઈ?
સંસ્કાર સિંચન,સંચય અનેક સદગુણોનો, અર્પે શક્તિ અતિ જાદુઈ

દિપક ઠોકિયા 21-7-2015

Standard

ગાળ વળી બોલાય !!!

ગાળ વળી બોલાય !!!

અપશબ્દ,અસંસ્કૃત વાણી,અસંસદીય ભાષા, ગાળ
કોકના મોં માંથી છુટે, જાણે ધણ ધણે બંદુકની નાળ

જાણ્યું નથી કોઈએ લખ્યું લઈને આવો વિચિત્ર વિષય
ખંચકાટ ખરો,ચાલવું નવી કેડીએ,બસ એ જ આશય

ન બોલો, ચાલે ,ભલે હોય કોઈ પણ પ્રકારની સ્થિતિ
કોક ગાળ બોલી બગાડે ને પછી વ્હોરે પોતે વિપત્તિ

ગાળ, ન કોઈ શાળા- યુનીવર્સીટી, આવડી જાય તરત
સુણી,મોં મચકોડે, સુણતા ભાગે,બોલનાર પામે નફરત

ગુસ્સોનું કારણ? બીજા શબ્દો નથી બોલનાર પાસે?
સુણી,બીન જરૂરી આ હથિયારથી સુણનાર ત્રાસે

સાહજીકતાથી વાપરે, એ બોલ્યાનું યે ન હોય ભાન
પ્રેમ દર્શાવવા વાપરે!!સ્વને મને આ કળાના સુલતાન !

દિપક, વાંચીને સંભળાવશે તને બે ચાર,કળાનો આશિક
બીજો વિષય નથી ?તું પોતે ક્યાંનો? નવસારી કે નાસિક ?

દિપક ઠોકિયા 14-5-2015

Standard

સંવેદના-સંહિતા / છે ને બદલે હતો

સંવેદના-સંહિતા
છે ને બદલે હતો

સુશાંતસિંહ રાજપુત, કેમ દોસ્ત હારી ગયો ?
હોનહાર યુવાન,છે ને બદલે હતો થઇ ગયો

પ્રશ્નો અનેક સમદુઃખીયા કાજ મુકતો ગયો
સુધરો,સુધારો,મુખ્ય સંદેશ એ છોડી ગયો

સંવેદના-સરીતા -સાગર અનેક વહેતા થયા
ને કેટલાંયે દોસ્તી-દુશ્મની છતાં પણ થયા

અચાનક વિદાય યુવાનની સૌ કોઈને સાલે
નિસ્પૃહી વળી કહેવાના,એ તો એમ જ ચાલે

ખોટું હોય એ ત્વરિત જ સુધરે જરૂરી અતિ
સબંધ કર્તા સૌની હોવી જ જોઈએ એ મતિ

સંવેદનાઓ ,દુઃખ,ગુસ્સો,પ્રેમ દર્શાવી ગઈ
આપઘાત રસ્તો નથી, વાત સમજાવી ગઈ

દિપક,સંવેદનાઓ ઉઠે, આ પ્રકારના બનાવે
દુઃખદ બનાવ ટાણે,સ્વ દુઃખો પણ સતાવે

દિપક ઠોકીયા 17-6-2020

Standard