ભારોભાર સંસ્કાર

      ભારોભાર સંસ્કાર

ભારોભાર સંસ્કાર યુક્ત માનવ જો મળે
વધાવજો,નીરખે એને,નસીબદાર નીકળે

સંસ્કારની ચમક રહેવાની સદ્ જ અલગ
વિચાર,વાણી ને વાર્તાને દેખાય લગભગ 

ભલે વડીલો માલ-મિલકત,ધન દે વારસામાં
  સંસ્કાર દો,જણાશે પ્રસંગે સારા -નરસામાં  

કમનસીબે,હાલ થોડી અછત લાગે સમાજે
સંતાનો સંસ્કારે ઉછરે,દેખાશે પ્રાર્થના-નમાજે

માં-બાપ,શિક્ષક,સમાજ,સંસ્કાર સિંચન સ્ત્રોત
સૌ ફરજ નિભાવે,ના ઝળહળે સંસ્કાર જ્યોત ?

દિપક,ભૂલથી ક્યારેક સંસ્કારી વાતો પણ કરે !!
આશય-ઈચ્છા ખરાં,વાચક ટપારે,લખાણ નિખરે

દિપક ઠોકીયા   17-1-2022

હાઈકુ :-

એ ઝળહળે

ભારોભાર સંસ્કાર

એનો આભાર           

   

  

Standard

ભુલ,એક જ હોય

  ભુલ, એક જ હોય

સમજુ જીવન જીવાય,ભુલ એક જ હોય
બીજી-ત્રીજી તો મુર્ખાઈ-બેકાળજી હોય   

ભુલ ને દોસ્તો સારી શિખામણ માનો
વારંવાર કરશો તો હસવાનો જમાનો

જીવને જેણે ભુલ જ ના કરી હોય કદી
મળે?મુશ્કેલ,શોધી જુઓ પાછલી સદી

સ્વને શાણા માનનારાઓ હશે જ કરી
જાહેર કરે તો ડર, અવશ્ય થશે મશ્કરી

ભુલને સફળતાની બનાવી જ દો સીડી
સફળતામાં કહેવાશે જબરી બાથ ભીડી

દિપક,ભુલ બાબતે લખવાની ભુલ તારી
જ્ઞાનીઓ સુચવશે તો બંદા લેશે સુધારી

દિપક  ઠોકીયા    11-1-2022

હાઈકુ :-

ભુલ કરાય ?

ભુલ,એક જ હોય

બીજી?મુર્ખાઈ      
   

Standard

તણખલાની શક્તિ

   તણખલા  ની શક્તિ

તણખલા ની તે વળી શક્તિ કેટલી ?
બ્રહ્માંડ સંદર્ભે,મારી હોય ને એટલી

જ્ઞાન આ,સદા મગજે હંમેશ જ રાખે
અભિમાન,એને તો પછાડી ના નાખે

જાણે આ સઘળા,ને મગજે રાખે થોડા
પછડાય ત્યારે લાગે,ભાઈ પડ્યા મોડા

દોસ્તો,સ્વને સાચા મુલવો,સમજો જરા
આથી, ના સહેવા પડે અન્યના નખરા 

જગતે સવાયા જ્ઞાનીઓ હોય જ હાજર
ના એ ભુલો,મગજે રાખો સદા બરાબર

દિપક,મંડ્યો તું જ્ઞાનીઓને સલાહ દેવા ?
માફ કરો,ભુલ્યો,મારી વળી શી લેવાદેવા ?

દિપક ઠોકીયા   09-01-2022

હાઈકુ :-

શક્તિ પારખો

તણખલાની શક્તિ ?

મારા જેટલી           

Standard