દુઃખદ અવશાન

 દુઃખદ અવશાન

જેનો જન્મ,અવશ્ય એનું અવશાન
દુઃખ પહોંચાડશે  જ દરેક અવશાન

જેટલાં દિલની નજીક,દુઃખ એ મોટું
પ્રકૃતિનો નિયમ,કેમ કહેવાય ખોટું ?

દોસ્તનું જવું, એ માનવીને તો ભાંગે
ક્યાં મળાય એને પછી એક છલાંગે ?

વિચિત્રતા!!જો દોસ્તીનું થાય એવું !
લાગણીશીલ તો તુટે,સોમાંથી નેવું

સમજ ની સંજીવની એ જીવાડે ખરી ?
Brain dead સજીવતા પાલવે ખરી ?

ક્યાં ક્યાં પહોંચે કલ્પનાના એ ઘોડા
ઉદાહરણો એવા યે મળે,ભલે થોડા

દિપક,કેમ કરે વાતો ભેદભરમ વાળી ?
ના કરી શકાય કલ્પનાઓ સુંવાળી ?

દિપક ઠોકીયા  


        

Standard

આનંદ સાથે દુઃખ

  આનંદ સાથે દુઃખ !!

ગધ્ધા પચ્ચીસીનો મિત્ર,મળ્યો હવે ઘડપણે
હૈયું ઠાલવ્યું ને કરી વાતો,કેવાં હતાં આપણે ! 

આનંદ સાથેસાથે  દુઃખ થયું એ વેળાએ મને  !!
પુછે,એવું તે વળી થાય કોઈને ?લો કહું તમને

આનંદ એથી કે મળ્યા ખરા 45-50 વર્ષો બાદ
દુઃખ એથી લાગ્યું,એ વર્ષો તો થયાને બરબાદ

માનવીનું મન અતિ વિચિત્ર વિચારે પણ ખરું
આનંદની આ સુંદર ઘડીએ,દુઃખ કાજ નવરું !!

દિલ તો દિલ,હરખના આંસુડાએ એ તો સારે
અંતઃકરણમાં હોય,માનવ દિલ વળી વિસારે ?  

આનંદ-દુઃખ બંનેના ભરેલા ખુણાઓ એ રાખે
ખોટો ખુણો કરે જે,એ તો ખુશીના બોર ચાખે

દિપક, ધડ-માથા વગરની આવી વાતો અટકાવ
દોસ્ત,મનને બનાવો દોસ્ત,કહો ના મને ભટકાવ

દિપક  ઠોકીયા    20-2-2021         

Standard

ઉપાય મુશ્કેલીના

  ઉપાય મુશ્કેલીના


માનવ ભોગવે મુશ્કેલીઓ વિવિધ ને અનેક
આર્થિક,શારીરિક, સામાજિક છે છેડો છેક ? 

કુદરત વિફરે ત્યારે બદલાઈ તો જ  જાય  વાત
ધરતીકંપ,રેલ,આગ,બાકી રહી જાય ઝંઝાવાત ?

આશાવાદી માને,દરેક મુશ્કેલીના હોય ઉપાય
ઉપાય વિનાની મુશ્કેલીઓ હજી નથી શોધાય

આશા,હિમ્મત,સહકાર,સંપ,ધીરજ  કામ આવે
નિરાશાવાદીને નાની તકલીફ યે  વધારે સતાવે

ધીરજવાનની એ ટાણે થવાની કસોટી પુરેપુરી
ઉપાય ના જડે તો માનજો તૈયારી હતી અધુરી

સમય સારો હોય કે નરસો,જરૂર એ બદલાશે
સમય બરાબર પસાર કરનાર, સમજુ કહેવાશે
 
દિપક,ઉપાયોની પુરી યાદી તો તેં નથી ધરી
મિત્રો,ઉપર જરા ધ્યાનથી નજર નાખો જરી

દિપક  ઠોકીયા   20-2- 2021

Standard

ખરી સમજદારી

 ખરી સમજદારી
 ન દેખાય,એ હોતું નથી,ના માનવું એવું ભુલ થી કદી                                                                                              ખળખળ વહેતું આ પાણી,નાનું ઝરણુ હતી આ નદી

પહેલવાન મસ્ત આજનો, નબળો નાજુક બાળક હતો 

સુવર્ણ ચંદ્રક લેતો આ જુવાન,એકડો ઘુંટતા રડતો હતો
    

વાસ્તવિકતા સમજવી ને પચાવવી,ખરે  અતિ અટપટી 

જીગરી દોસ્ત, અણસમજે,દુશ્મન બને વગાડતાં ચપટી

આંખ ને મન ખુલ્લાં સારા,બગડે, અચુક માનજો નઠારા 

જીવન એક, કોઈ વિતાવે,કોઈ ગુજારે,જીવી જાય એ સારા

ઉત્તમની નકલ કરો,મધ્યમને જતું કરો,કનિષ્ઠ ના અપનાવો 

ખોટા સિક્કા યે ચાલે,એ અપવાદ છે,કનક બનો ને બનાવો

મન,મોતી ને કાચ,ના કદાય તુટે,એ સમજમાં  લાજ બધાની

તૂટેલાં ના સંધાય, જ્ઞાન  સૌને, છતાં કેટલાંય ફસાય અજ્ઞાની

 

દિપક,દ્વાર બુદ્ધિના ખુલ્લાં રાખી,વર્તવું,વિચારવું ને  જીવવું 

સાચી રાહ જીવનની,ખુશ રહી જે મળે એમાં ખુબ મહાલવું

        દિપક ઠોકિયા                              

Standard

વમળ વિચારોના

 વમળ  વિચારોના

મગજ એને હૃદય, સતત કરે કામ
આખરી શ્વાસે જ  એમને આરામ

સાચા યોગીઓની વાત તો અલગ
શુન્ય વિચારે સ્થિર થાય  લગભગ

અજ્ઞાનીને તો એ અશક્ય જ લાગે
આવી વાતો આવતાં, તેઓ ભાગે

અધકચરાને વાતમાં વિશ્વાસ ખરો
પોતાથી ના થાય એનો જ ખરખરો 

પુજ્ય વિવેકાનંદમાં ઘણાને વિશ્વાસ
એ ને વળી ખોટી વાત? માને ખાસ

ગીતા,કુરાન,બાઇબલ, શું દે છે જ્ઞાન ?
વિચાર,વાણી, વર્તને  રહો સાવધાન

દિપક,ગીતા,યોગ,વિવેકાનંદ,આ કેમ ?
બસ,યથાસ્થાને પહોંચાય ભલે જેમતેમ

દિપક  ઠોકીયા   18-2-2021             

Standard

સત્ય,તો યે વિચિત્ર

 સત્ય, તો  યે વિચિત્ર !!!

ગમતાંથી તો લુંટાવાનું પણ અવશ્ય ગમે !
અણગમતાંની દુઆ,શુભેચ્છા યે ના ગમે !

આવી વિચિત્રતા યે  રહે મગજે માનવના
ત્રાજવા તો સરખા જ,દેવ હો યા દાનવના  

જો ત્રાજવા જ ખોટા બતાવશે જયારે તોલ
વિચારી જુઓ એવા ત્રાજવાના શું રહે મોલ?

સાચું કર્તવ્ય,એ જ માનવીનો ગણાય  ધર્મ
ઉદાહરણીય જીવનનો લાગે એ સાચો મર્મ

હળવા ફુલ રહીને જીવન જીવી જો જવાય
રહે ઉપરવાળા પાસે માંગવાનું?એ સિવાય

આવી વાતો હોઠે તો ખરી, આચરણે મળે ?
હોઠે તે જ આચરણે,જુઓ રાજકારણી મળે ?

દિપક,આ વાતોનો જો ઉદેશ્ય હોય, બતાવ
હાસ્ય/કટાક્ષનું  વિવેચન ? દોસ્ત ના સતાવ

  દિપક ઠોકીયા     16-2-2021

Standard

લુંટાયું ,જે નહોતું

  લુંટાયું ,જે નહોતું !!

લંગોટી ધારી સંતનું શું લુંટાઈ શકે ?
લુંટારૂ પણ પ્રણામ કરીને  જઈ શકે

જન્મ ટાણે,કર્મો સિવાય હતી દોલત ?
મોટા થઈને થયા, હતી જેવી સોબત

સૌ જાણે,આ સરળ અને સીધી વાત
તો યે નથી થતી જગતમાં લાતમલાત ?

જ્ઞાનીઓ આ નાટકને નામ આપે માયા
માયાથી છુટવા જરૂરી, જ્ઞાનીની છાયા 

વળી ગુરુ-જ્ઞાની પણ પ્રારબ્ધથી જ મળે
ને વળી પ્રારબ્ધ તો કરેલા કર્મો જ તો ઘડે

આથી સદ્કાર્મોનો રસ્તો પકડો ને  ચાલો 
અહીં અને હો જ્યાં,ત્યાં સદા સદા મ્હાલો

દિપક,તારે શી વાત રજુ  કરવી  હતી અહીં ?
હતું?લુંટાયું? તો શીદ કરવું મગજ તણું દહીં ?

દિપક ઠોકીયા  11-2-2021

Standard

સંબંધો તણી માવજત

 સંબંધો તણી માવજત

મહેક,અગરબત્તી,ખીલેલા પુષ્પો ને સંબંધોની અનેરી મીઠાશની  

ખુબ પ્રસરે વાતાવરણમાં,મજા અર્પે એ  જીવનના  હળવાશની

સર્વે સંબંધ,ભાઈ-બહેન,જીવનસાથી કે મિત્રોના,માંગે  માવજત 

લાગણીના પોષણ વિના,તિરાડ પડશે,સાચવો રાખીને  નજાકત
  

એકમેકના અંતર વચ્ચે,ક્યારેય,ના રહેવું જોઈએ તલભાર યે અંતર 

સામેનાની ભાવના સમજો,તમારી સમજાવો, આનંદે રહો નિરંતર

ગેરસમજથી દુર રહો વાપરો નિખાલસતા,સંબંધમાં પ્રકારના દરેક

જાળવવા જેવાં ના તુટે,કમનસીબે તુટે,ના છોડશો  તમારો વિવેક

દિપક,સંબંધ પુરાણ પુરું થયું? કર  વાત કોઈ સુંદરને વળી મજાની

તારી નહી,અમને સુણવા દે,તું પણ સાંભળ, વાત ગંભીર બીજાની

      દિપક ઠોકિયા   11-2-2021                         

Standard

મારું પણ કોઈ છે

  મારું પણ કોઈ છે

અનહદ ખુશીનો સંચાર કરે,જેનું દિલ કહે
મારું પણ કોઈ છે

નસીબદારો સહર્ષ ઉચ્ચારતા રહે,ખુશી ટાણે
મારું પણ કોઈ છે

કમનસીબોનું મન સદા ઝંખે,હક્કથી કહી શકું
મારું પણ કોઈ છે

એક અદશ્ય શક્તિનો સ્ત્રોત વહાવે,મનમાં હોય
મારું પણ કોઈ છે

મુસીબતે તાકાત બક્ષે, જેને વિશ્વાસહોય કે
મારું પણ કોઈ છે

પ્રેમીઓનો અણમોલ ખજાનો, ના થાકે કહેતાં
મારું પણ કોઈ છે

દિપક, વિષયો નથી?ઉછીના લે, વિષય/શીર્ષક લઇ બેઠો
મારું પણ કોઈ છે

દિપક ઠોકીયા   9-2-2021  

 

Standard

પંથે અદ્વૈત તણા

  પંથે અદ્વૈત તણા

તંદુરસ્ત,નિવૃત્ત,સંતોષને શી સાચી રાહ ?
પડો અદ્વૈત ના રસ્તે,ના રહેશે કોઈ આહ

સમય,ગુરુ,અને સઘળું એ જ નક્કી કરે
જે એમાં ફાવી ગયા,એ ભવસાગર તરે

કંટક-અડચણ વગરની રાહ ક્યાં હોય ?
એ કદાચ નડે,પાર કરો,ખુશી રાહ જોય

તક પારખુ જ્ઞાન અહીં અતિ કામ આવે
સાચી કેડી જેવી મળી, કયું દુઃખ સતાવે ?   

સીમિત જ્ઞાન,અસીમની કરું વાત કેમ ?
પંથ પકડી લો યારો,શીદ જીવો ફાવેતેમ ?

દિપક,નાદાનનીથી,કરી દીધું ઘણું મોડું  
સમય,તક,જે ધરાવે,એને કહી જાઉં થોડું  

દિપક ઠોકીયા  7-1-2021  
          

Standard