ગીતા,ગીતા ને ગીતા

   ગીતા,ગીતા,ને ગીતા  

જ્ઞાન પામવાની કોશિષ,વાપરી અલ્પ બુધ્ધિ
સ્વીકારવું રહ્યું,રહેવાની  અનેકાનેક અશુધ્ધી   

અદ્વૈત,સન્યાસ,ત્યાગ,યોગ,એના પાયા ચાર
પ્રાર્થું અદ્વૈતને,રજુ કરી શકું સારાસારા વિચાર

ઉંડાણથી સાચા સમજો આ પાયા ચારેચાર
આચરણ કરી જુઓ એનું,જુઓ થતા ફેરફાર

વિનવું દરેક વ્યક્તિને,સમજીને પચાવો ગીતા
નથી કહેવાયું ?  સિકંદર તો વોહી જો જીતા 

પ્રશ્નો તો આવવાના,ડગલે અને પગલે દરેક
ઉકેલ મળી રહેશે જ,વાપરો, બુધ્ધિ વિવેક    

દિપક,ખુદ શરૂઆત કરી? હા,આજકાલથી
મિત્રો જાણે,વાત નથી કરતો અમથી અમથી

દિપક  ઠોકીયા   20-9-2021

હાઈકુ :-

જીવન રાહ,

ગીતા,ગીતા ને ગીતા

માનવી જીતા            

Standard

નજર કેવી કેવી !!

 નજર કેવી કેવી !!

પ્રદર્શનમાં,સુંદર શણગારેલી પ્રતિમા હતી
આવનાર દર્શકોની નજર જુઓ કેવી હતી ?

આવ્યા નૃત્યકાર,અંગ મરોડથી બેહદ ખુશ
વિરહી પ્રેમી,પ્રયતમાની ગેરહાજર,નાખુશ

પીઢ ચોર,ગળાની માળા સુવર્ણની જ ભાસે
જેવી તક મળી,તો બંદા લઈને દૂર દૂર નાસે

પાક્કા રાજકારણી, આવતા ભાષણે,વાત
એવું બોલું,કે મળે વડાપ્રધાનની મુલાકાત

પવિત્ર ભક્તજન,મા સરસ્વતીના જ દર્શન
ભજન એવા ગવડાવ,ખુશ દરેક શ્રોતાજન

ધન પિપાસુ,આ કળાકારને શોધી જ લઉં 
સેંકડો બનાવડાવી,લક્ષ્મી ઉસેટી જ લઉં

દિપક,લો,મુજ સમ શિખાઉ જોડકણાકાર
આ કળા,હું કરું વાચકનો સમય જ બેકાર

દિપક ઠોકીયા   13-9-2021

  હાઈકુ :-

ચીજ એક જ

નજર કેવી કેવી !

વાહ માનવ                


Standard

હતું શું ?તો, ગયું શું ?


   હતું શું ? તો,ગયું શું ?

ખાલી હાથે આવ્યા,અને એમ જ જવાના
ખુશ રહો,રાખો, થવાનું જ તો છે રવાના

તો પછી,જગતે આટલા ઝઘડાઓ શાના ?
ભાઈ હવે જલદી આવા,મારા પ્યારા કાના

ભાસે,તારી ગીતા તો આ દુનિયાએ તાગી
કેવું !બધી ખોટી વાત એને સાચી જ લાગી !!

કળિયુગનું તો બાળપણ,જવાની હશે કેવી ?!
હાલ એવું લાગે,નક્કી થવાની જ જોવા જેવી  

સમય સુધરશે એવી ઉંડે આશા અચુક ખરી
કિન્તુ એ કાજ,નાનો સો અણસાર મળે જરી

દિપક,નથી જરૂર આટલી ઘોર નિરાશાની
કાનો વળી વચન ભુલે ? ચિન્તા વળી શાની ?

દિપક ઠોકીયા   13-9-2021

હાઈકુ :-

શીદ દુઃખી તું ?

હતું શું ?તો,ગયું શું ?

સંતોષી રહો  

     

 

Standard

જો અનુસ્વાર જાય

  જો અનુસ્વાર જાય ……

બંગલો  થાય બગલો

ગંગા થાય  ગગા

વંદો થાય  વદો

ગંદા થાય  ગદા

ચિંતા થાય ચિતા

કંપ થાય કપ

જંગ થાય જગ

બંકો થાય બકો

ઉંદર થાય ઉદર (પેટ)

હંસ થાય હસ

કંસ થાય કસ

વંશ થાય વશ

લંગડી થાય લગડી (સોના ની)

શંખ થાય શખ

જંગ થાય જગ

ચોંક થાય ચોક

ને હવે બાજી ફોક    દિપક ઠોકીયા   4-9-2021

હાઈકુ

જો દશા થાય !

અનુસ્વાર જ જાય ,

કંપ જ કપ

દિપક ઠોકીયા

  

Standard

દુઃખ નહિ ,એ સુખ નહિ

   દુઃખ નહિ,
        એ,
  સુખ નહિ ?

દિકરીને ત્યાં એક સારી કામવાળી છે,બીજી મળતી નથી !
બોલો,આ કેવું દુઃખ ?

દિકરાના સાસુ-સસરા બહુ સારા,પણ દર 6 મહિને અમેરિકા જાય !
બોલો,આ કેવું દુઃખ ?

સાસુ વહુને સારું ફાવે,સોસાયટીના છેલ્લે ઘરે ખુબ ઝઘડા !
બોલો,આ કેવું દુઃખ ?

ઘરનો ખર્ચ 45 હજાર,પણ આવક દોઢ લાખ જ !!
બોલો,આ કેવું દુઃખ ?

તંદુરસ્તી બધાની સારી,પણ કુટુંબમાં એકે ડોકટર નહિ !
બોલો,આ કેવું દુઃખ ?

પ્રસંગે,દીકરાના સસરાના ફૂઆના જમાઈ ના આવ્યા !
બોલો,આ કેવું દુઃખ ?

દિપક,સમજાયું ?આ બધા દુઃખ હતાં કે સુખ !!
બોલો,આ કેવું દુઃખ ?

દિપક ઠોકીયા   2-9-2021

હાઈકુ

દુઃખ જ નહિ

એ જ તો મોટું સુખ

ખરું કે નહિ ?     દિપક ઠોકીયા
   

Standard