પ્રેમ-ચિંન્તા -સ્વયંભુ

પ્રેમ-ચિંન્તા -સ્વયંભુ

પ્રેમ કરવો પડે?એ તો થઇ જાય
મળે,ભાગ્ય,જાય,બધું જ લુંટાય

ચિંન્તા,કરવી પડે?સ્વયંભુ થવાની
ના જાય જલદી,તો દુઃખી કરવાની

પરસ્પર પ્રેમે થઇ જવાના માલામાલ
ના મળે,જગત જાણે,થાય બુરા હાલ

ચિંન્તા,ચિતા સમાન કહેવાયું ખુબ
ઉપાય?ખાસ જાણમાં નથી એ દુઃખ

પ્રેમ મળેલો સારો, ચિંન્તા સારી જતી
પ્રેમ સૌ ને મળો,ચિંન્તાથી દુઃખી મતિ

દિપક,નવો વિષય?છણાવટ ઠીકાઠીક
આવડ્યું,લખ્યું,ક્યાં કરી વધુ માથાઝીંક ?

દિપક ઠોકીયા 30-7-2020

Standard

સમજ ની સમજ

સમજ ની સમજ

ન દેખાય,માટે હોતું નથી,ના માનવું એવું ભુલ થી કદી
ખળખળ વહેતું આ પાણી,નાનું ઝરણું હતી આ નદી

પહેલવાન મસ્ત આજનો, નબળો નાજુક બાળક હતો
સુવર્ણ ચંદ્રક લેતો આ જુવાન,એકડો ઘુંટતા રડતો હતો

વાસ્તવિકતા સમજવી ને પચાવવી,હોય અતિ અટપટી
જીગરી દોસ્ત, અણસમજે,દુશ્મન બને વગાડતાં ચપટી

આંખ-મન ખુલ્લાં સારા,બગડે તો અચુક માનજો નઠારા
જીવન એક,કોઈ વિતાવે,કોઈ ગુજારે,જીવી જાય એ સારા

ઉત્તમની નકલ કરો,મધ્યમ જતું કરો,કનિષ્ઠ ના અપનાવો
ખોટા સિક્કા યે ચાલી જાય,એ અપવાદ,કંચન જબનાવો

મન,મોતી ને કાચ,ના કદાય તુટે,એમાં જ લાજ બધાની
તૂટેલાં ના સંધાય,સૌજાણે,છતાં કેટલાંય ફસાય અજ્ઞાની

દિપક,દ્વાર બુદ્ધિના ખુલ્લાં રાખી,વર્તવું,વિચારવું,જીવવું
રાહ એજ જીવનની,ખુશ રહી જે મળે એમાં જ મહાલવું

દિપક ઠોકિયા

Standard

સમાધાન શંકા તણું

સમાધાન શંકા તણું

વિશ્વાસ,લગ્ન જીવનનો પાયો,પ્રત્યેક યુગલે રાખવો રહ્યો
શંકા,એને લુણો લગાડતી ઉધઈ,એ કીડાને ત્યાગવો રહ્યો

શંકા એટલે સત્ય-અસત્ય ના સમજાય, ગુંચવે સ્થિતિ એવી
ખુબ સંતાપે માનવીને એ,વ્યથા એ નથી હોતી જેવી તેવી !

માનવે વર્તન સદા રાખવું એવું, જે ચોક્કસ પર હોય શંકાથી
વમળ, મગજે વીંટળાયું,હાલત ખરાબ કરે રાવણની લંકાથી !

મુશ્કેલી,,સમાધાન થાય ના ત્યાં લગી,નથી રહેતું મગજે ચેન
સમાધાનની શોધમાં,નીકળે એવું,જે વધુ કરે મગજને બેચેન

ખંધા રાજકારણીના વચનો,જનતા ભારે શંકાથી જ નિહાળે પાંચ ભુલથી સાચા ઠરે,એની જ પીપુડી હંમેશ એઓ વગાળે

શંકા રહિત આચરણ,શંકા રહિત મગજ,શાંતિ કાજ જરૂરી
કમનસીબ એવાં યે દીઠા,જીંદગી આખી શંકામાં જ કરે પુરી

દિપક,શંકા સ્વયંભુ રાક્ષસ પ્રકારની ભારે એ કમજાત બુરી
ઉપરવાળો દુશ્મનને પણ ના દે,મને એ પ્રાર્થના લાગે જરૂરી

દિપક ઠોકિયા

Standard

પરગજુ વ્યક્તિઓ

પરગજુ વ્યક્તિઓ

મેળે સમાજે,સજ્જન-સન્નારી પરગજુ પુરા
નિ:સ્વાર્થ ભાવે,કોઈને યે મદદ કાજ શુરા

હોશે ગણ્યા-ગાંઠયા,કામ કરશે અનોખા
દિલથી વધાવો એમને,લઈને કંકુ ને ચોખા

એમનાથી વિરુધ્ધ સ્વભાવના પણ જડે
કામ એવું,કોઈને ને કોઈને અચુક એ નડે

પોતે ને પોતાના,જુઓ ચાલે રસ્તે સાચા
સારા જોડે મળશે, ઘણા રસ્તાઓ કાચા

ઉત્તમ જીવન જીવનારાઓને મન આપો
ચાલીને એ જ રસ્તે,સ્વ જીવન પણ કાપો

દિપક,સલાહો દેવાની કુટેવ છોડવી સારી
પરત સ્વીકારું,વાત વાચકને ભાસે નઠારી

દિપક ઠોકીયા 25-7-2020

Standard

લગનમાં વિઘન !

લગનમાં વિઘન !

કાલે હતા સંપૂર્ણ અજાણ,અને આજે સાત જન્મના સબંધ
વાતમાં,ક્યાંક ભુલની બુદ્ધિશાળીઓને નથી આવતી ગંધ ?

સાત જનમ મુકો કોરાણે,આજીવન તો સબંધ જોઈએ ટકવો?
પાત્રોની સંપૂર્ણ સંમતિ-સમજ જરૂરી,લગ્ન કે અંધારો કુવો ?

યુવાન પુત્ર-પુત્રીને પગભર,સમજદાર કરે માત-પિતા ને શિક્ષક
આવી સમજદાર વ્યક્તિ લગ્ને જોડાય,સફળતા માટે રહે શક ?

ત્યજો બીનજરૂરી પ્રથા,લગ્ન સંસ્થા સચેત ને મજબુત બનાવો
કદાચ સબંધો પછી યે તૂટશે,કિન્તુ કમ રહેશે બન્નેનો પસ્તાવો

વિચારો,લગ્ન સંસ્થાની જરૂરત કેમ લાગી ? પુર્વજોને આપણા
પશુઓમાં છે? માનવે કેમ રચી? શોધો તો મળશે કારણો ઘણા

દિપક,જગત જાણે,સીધી સાદી વાતને કેમ ફેરવે તું ગોળ ગોળ ?
લગ્ન જીવન સૌના સફળ રહે માટે,ચાલો વહેંચો ધાણા ને ગોળ

દિપક ઠોકિયા

Standard

શ્વાસ પર,વિશ્વાસ !!!

શ્વાસ પર,વિશ્વાસ !!!

જ્ઞાની(?) જન કેટલાકને પોતાના શ્વાસ પર વિશ્વાસ
કદી પણ સાથ ના છોડશે, એવી ઠગારી એને આશ

જગમાં ભલભલા સજ્જનો-સંતોનો,સાથ છોડ્યો જેણે
તમારી સાથે સદા રહેશે? સપના જુઓ કયા તમ નેણે?

નાણા માપી તોલીને, નેશ્વાસને તુચ્છ સમજી વેડફો સદા
શાંતિથી વિચારજો,જીવન જીવવાની આ સર્વોત્તમ અદા ?

શ્વાસ ઉપરવાળાએ માનવને વિના મુલ્યે ઘણા દીધા ધરી
સાચું મુલ્ય એનું સમજો, વિના કારણ મતિ ના જાય ફરી

શ્વાસ પર રખાય વિશ્વાસ? વાત દિલ-મગજમાં રાખો
એ તો અટકશે,ધ્યાને રાખી અમુલ્ય જીવન ફળ ચાખો

મિત્રો,કરવા યોગ્ય કામ,વગર વિલંબે ત્વરિત કરી નાખો
હાલનું કામ,કાલ પર,છોડો ,ભવિષ્ય પર ના બાકી રાખો

દિપક,કડવી વાતો માંડી? આશાવાદીથી તે આવું થાય?
પ્રયત્ન સૌને ચેતવવાનો,ચેતવણી વળી નિરાશા કહેવાય?

દિપક ઠોકિયા 25-7-2020

Standard

પ્રેમ ને નફરત

પ્રેમ ને નફરત

કમાલ ગજબની કરી કુદરતે,રચી નફરત-પ્રેમ
જે આપો સામું મળે, રચના લાગી બોલો કેમ ?

આહાર,નિદ્રા,ભય,મૈથુન,સજીવને દીધા કેવા ?
જેથી સજીવ સૃષ્ટિ ચાલુ રહે,ના કોઈ લેવાદેવા

પ્રેમ ધરો, તો સામે મળવાનો એમને મીઠો પ્રેમ
કરો નફરત,શું મળવાનું સામે ?નિયમ લાગે કેમ ?

માનવીથી ના વાત અજાણ,અમલમાં પુરી ખામી
નફરતથી પ્રેમ માંગે,ના મળતાં બતાવે એને ખામી

કુદરત,કીડીને પોષવા પહોંચાડે જરૂરી એવું કણ
હાથીને ના ભુખ્યો રાખે,એને પણ મળી રહે મણ

દિપક,કુદરતનો ખુબ આભારી બદલ સુંદર રચના
કેવું સમતોલ બનાવ્યું સઘળું,ના કરાય એની વંદના ?

દિપક ઠોકીયા 25-7-2020

Standard

આમ સારો માણસ

આમ સારો માણસ

પાડોશીઓ જોડે ભારે અણબનાવ,બાકી
આમ સારો માણસ

વાતે વાતે ગાળ -ગલોચ પાર ઉતરી પડે,બાકી
આમ સારો માણસ

સરકારી નોકરી ખરી,ફક્ત ત્રણ વાર જ સસ્પેન્ડ થયો ,બાકી
આમ સારો માણસ

કોર્ટમાં એની સામે ચારથી વધુ કેસ પણ નથી,બાકી
આમ સારો માણસ

ભાઈ-બહેનો સાથે બોલચાલનો સંબંધ નહીં ,બાકી
આમ સારો માણસ

દિપક,નિંદાખોરી બંધ કર ને કઈંક સારું કર કે કહેવાય
આમ સારો માણસ

દિપક ઠોકીયા 23-7-2020

Standard

ચક્કર પ્રારબ્ધનું

ચક્કર પ્રારબ્ધનું

પહેલા ધનવાન હતા ,ગરીબ થઇ ગયા
ભારે મુફલીસ હતા,માલદાર થઇ ગયા

કક્કો લખતાં તકલીફ,એ કવિ થઇ ગયા
ગામનો દીવડો,જગતે તો રવિ થઇ ગયા

નસીબનો સાથ માંગે પુરુષાર્થની મદદ
બંને સુંદર મળે,ખ્યાતી,જગતમાં અનહદ

માનવે ના હારવી હિંમત,મુસીબત વેળા
આજે સુમસામ હશે,ત્યાં થશે સારા મેળા

રામ યે નસીબના કારણે વનવાસી થયા
વનવાસ વેળા જ તો હનુમાન ભેળા થયા

દિપક,વિનંતી કર દિલથી વિધાતાને જરા
નસીબવંતા રાખે સૌને, આનંદે રહે ધરા

દિપક ઠોકિયા

Standard