જે.પળથી.ના.હોઈશ.હું

જે પળથી ના હોઈશ હું

સદા કોણ રહ્યું ને રહેવાના આ જગતમાં ?

તૈયાર બેઠો હું,જોડાવા એ અજાણી સફરમાં

જાણ્યે અજાણ્યે ભૂલ ગુનાઓ થયાં જ હશે

અંત:કરણથી ક્ષમા યાચું,મળશે,એ આશા હશે

મુલાવજો,મને દરેક ખૂણેથી ન્યાયાધીશ બની

નવી પેઢીને માર્ગ દર્શાવજો દીવાદાંડી બની

જન્મે કોણ ખરાબ હોય?તો પછી કેમ થાય છે?

કારણ શોધી સુધારવામાં જગતનું શું જાય છે?

કરવાનું બધું ક્યાં પુરા જન્મે થાય છે કોઇથી પણ?

મળી રહે છે જગતમાં કીડીને કણ ને હાથીને મણ

દિપક,મન ખોલીને વાત ના થાય?ચોખવટ કર

શબ્દોમાં બધું સમાય? લઉં વિદાય જોડી કર

દિપક ઠોકિયા ડીસેમ્બર ૨૨ ૨૦૧૫

Standard

કળા. જીવન. જીવવાની

કળા જીવન જીતવાની

કોણ,કોને,ક્યારે,ક્યાં? જીવનમાં જાય છે મળી

દિલ મળે,યા તુટે,જો વાત હોય સીધી યા અવળી

વગર વાંકે નારાજ શીદને બીજાને આપણે પડે કરવા?

વાત મગજે રાખો,જગતમાં આપણે આવ્યા છે ફરવા

માણો ફરવાની મજા ને વેરતા રહો હાસ્ય ખુશી ભરપુર

હ્રદયે હીંમત એવી રાખો, ભલે મારે તરવું પડે સામે પુર

પોતે ગયા પછીનો ઈતિહાસ,જનાર થોડો છે વાંચવાનો?

મુલવશે,સાથી સંગાથી સ્નેહી સ્વજન ને પુરો જમાનો

જનારના,શબ્દો,વર્તન,વ્યવહાર જ પાછળથી ચર્ચાય

ના પોતે દુખી થાઓ,ના બીજાને કરો,છે બીજો પર્યાય ?

દિપક,વાત તારી સાચી,અગાઉ અગણિત ગુણીજનોએ કરી

બદલાઈ દુનિયા રતીભર? છતાં તેં તારી ફરજ પુરી કરી

દિપક ઠોકિયા, ડીસેમ્બર ૧૬ ૨૦૧૫

Standard