ભાગ્ય ભજવે ભાગ

            ભાગ્ય ભજવે ભાગ

       
માનવ જીવનમાં ભાગ્ય ભજવે ભાગ
          ઉનાળે શીતળતા અને ચોમાસે આગ !!

        ભુલે, પુરુષાર્થને ના નબળું આંકશો કદી
        બંને સરખા જરૂરી, જ્ઞાનીઓ ગયા વદી

          કિન્તુ ભાગ્ય બને છે ક્યા નિયમો થકી ?
          કર્મો એ ઘડે, સુખ ટાણે ના જશો છકી

          કેમ એક જન્મે ઝુંપડે અને મહેલે બીજો ?
        એકને ફાંફા,બીજા કને હોય લાખો ચીજો 

          માનવ થોડું સમજે-ના સમજે, એ જાય
          એનું જ્ઞાન, એની સાથે જ સમાપ્ત થાય

        દિપક,કયો મુદ્દો છે આ તારી પુરી વાતમાં ?
        ના સમજાયું? ભુલ રહી મારી રજુઆતમાં

                દિપક ઠોકીયા     25-12-2023

             હાઈકુ : –

            વિજય કાજ

          ભાગ્ય ભજવે ભાગ 

          સ્વીકારો એને    
       
                     

Standard

હુરટી વાર્તાલાપ 

          હુરટી વાર્તાલાપ
હુર….ટી ?

હા…..
કાં..ના ?
હુરટ જ વરી
હાહરુ ?
નહારી
અં.યાં ?
હાનફ્રાનહીહકો
ચાલ મયલા.. 25 મી એ…
કાં ?
હિકાગો
હા ના હારુ ?
હારા ના પોયરા ના હહરા ના ભાઈ નું ઓપરેહન..
બો પાંહે નું,હારુ જવું પળે .

                        દિપક ઠોકીયા   22-12-2023

હાઈકુ : –

હાંભરી લેઉ

હુરટી વાર્તાલાપ

છે ને કમાલ ?





Standard

ના કહેવાય…સહેવાય?

     ના કહેવાય,…સહેવાય?

અંગતના કટુ વચનો,કાળજે લાગે આગ
કોનો દોષ? જયારે નબળાં ભાસે ભાગ

શબ્દો એ અન્ય અંગતને વળી કહેવાય ?
માનવું જ પડે, ના કહેવાય ના સહેવાય  

અરિ ને યે આવો દિન ના કદી આવી મળે
અંતઃકરણના ઉંડેથી એ અવાજ જ નીકળે

સાચું,માનવ દુઃખોની યાદી, ઘણી લાંબી
દુઃખોની સંખ્યા,સુખોની ને જવાની આંબી

સ્વ નાજુક દિલને માનવી કેટલું કઠણ કરે  ?
જયારે એ શબ્દો સદા મગજે આવી ને ફરે

દિપક,આપવીતી કે કોઈ અંગતનું આ દર્દ
શો ફેર? ભલે સ્ત્રી હોય કે સહે આવું મર્દ

      દિપક ઠોકીયા    21-12-2023

હાઈકુ : –

કેવા એ શબ્દો !!

ના કહેવાય…સહેવાય ?

છે બીજો રસ્તો ?    

Standard

ભુલોની વણઝાર

    ભુલોની વણઝાર            

માનવ ફક્ત એક ભુલ કરે એવી
જેથી બાદમાં થાય, જોવા જેવી

મળે ઉદાહરણ મોટું રાવણ તણું
ને લાશોના ઢગલાથી કર્યું તાપણું

એની બધી વિદ્વત્તા પાણીમાં ગઈ
વળી સોનાની લંકાની ફજેતી થઇ

ભાઈ કુમ્ભકર્ણ રાવણની જોડે રહ્યો
વિભીષણે, રામ તણા માર્ગને ગ્રહ્યો

જરા વિચારો,ના કરી હોત એ ભુલ
એ રાવણ પણ પુજાતો હોત, કબુલ ?

એથી માનવે તો સદા રહેવું  સજાગ
થનાર તો થશે જ,જેવું રે’ જેનું ભાગ   

દિપક,આ વિષય લેવામાં કરી ભુલ
થઇ યે હશે જ,બંદા હસી કરે કબુલ

    દિપક ઠોકીયા      3-12-2023     હાઈકુ : –

એક ભુલથી

ભુલોની વણઝાર

અપરંપાર   


Standard