એક મગજ લાખ ?

એક મગજ,લાખ ????…

જન્મથી મૃત્યુ પર્યન્ત પ્રશ્નો કેટલા ?
નિશાએ નભમાં તારાઓ જેટલા

કોઈ જવાબ સાચા,તો કોઈ ખોટા
ખોટા ઉત્તર,સવાલો ઉઠાવે મોટા

આ ચકડોળ  આખર સુધી  ચાલે
પ્રશ્નોને મુકે કોરાણે,એ તો  મ્હાલે !!!

જ્ઞાનીઓને ઉત્તરો સાચા જે આવડે
ખોટા દે,બહાર થાય, ઝાલી બાવડે 

ક્યારેક પ્રારબ્ધ ભુલ કરતુ યે જણાય
આથી,એક વખોડાય,એક વખણાય !!

ઘણી બાબતે આપણે હજી યે અજ્ઞાન
એ જ જીતે,જીવે જે ઠેકાણે રાખી શાન

દિપક,શીખી લે તું  વાતો કરતા સરળ 
સીધી વાતોને,વાતમાં આમ  ના મરડ   

દિપક ઠોકીયા  30-9-2020

   

 

Standard

આડંબર શા માટે

આડંબર શા માટે ?

ધાર્મિક સ્થળો પર બહાર છોડો પગરખાં
ના સાથે છોડાય મનના ખોટા અભરખા ?

બહારના ભિખારીને ધુત્કારો,અંદર,બનો
આવો આડંબર જણાય કશો જ કામનો ?

સીધા સદા વ્યવહારમાં પણ એ દેખાય!!
સમજુ નજરથી,એવું કરનારા ના પરખાય?

વ્યવહારુ માનવી,ના એ કરે,ના પસંદ કરે
ગરમ મિજાજી તો એની હાજરીએ વિફરે

કેટલાંક એને,હાલના સમયે સમજે જરૂરી
માને,એના અભાવે રહે ઓળખાણ અધુરી

જેને જે લાગે,આખરે એ વાત સમજો સાચી
બસ,એમ જ વાત છેડાઈ ગઈ મુજથી કાચી

દિપક,જગત આખું ચાલાક, નથી  અનાડી
વૈદો તો રોગ પારખે, જેવી હાથે ઝાલે નાડી

દિપક ઠોકીયા  23-9-2020



Standard

સિત્તોતેર થવાના

  સિત્તોતેર થવાના !!!!

બસ બાકી રહ્યા 23,એટલે થવાની  સદી પુરી 

બસ એટલું થાય,ના રહી જાય,મુજ વાત અધુરી

ખુશી,દુઃખ,ઝંઝાવાત,શાંતિ,મળતું રહ્યું એ બધું 

 પ્રાર્થના એવી,બાકીમાં રહે, મગજ-હૈયું સાબદું 

સૌ ઋતુઓ જોઈ,એમાં વસંત ને પાનખર ખરી 

સાચવી  દરેક પળ,ના કરી મનથી કદી બરાબરી 

જીવનમાં આવેલાને પારખ્યા દુરથી ને નજીકથી

પામી ગયો,અમીર બે-પાંચ સારા સમજુ મિત્રોથી 

સાચું “કરો તેવું પામો”,આ વાત સુંદર ને ગજબની 

એથી મળી રહી મગજને  શાંતિ સારી ને ગજબની

સૌનો ઋણ સ્વીકાર,મુજ જીવનમાં જે જે આવ્યા
દિલ ઉંડાણેથી કહું, એથી  બંદા  જીવનમાં ફાવ્યા   

 

દિપક, હજી તું વાત કરે 23 બાકી! છોડ બધી માયા 

હા,હા,હા,મેં તો કહ્યા,૨ કે 3 ફસાયા ને મારા ભાયા ?

દિપક ઠોકીયા   23-9-2020

Standard

સૌ થી મોટી ઠોકર

  સૌ થી મોટી ઠોકર

સુખ-દુઃખની માફક, ઠોકર યે જીવનનો ભાગ
ભુલી ભુલાય,સૌ થી મોટી,બદલ્યા જેણે ભાગ?

ઝીણવટથી અભ્યાસ કરો,કેમ એ હતી ખાધી ?
ના ખાધી હોત તો, ટળી જાત પડેલી ઉપાધિ ?

ઠોકર,બે ચીજ ધરશે, ઘાવ અને અમુલ્ય જ્ઞાન
એ પ્રકારનું  દીધું જગતને,  જ્ઞાનીઓએ જ્ઞાન

ઘા તો કદાચ, સમયનો મલમ એને સાજો કરે  
કિન્તુ પ્રાપ્ત થયેલું જ્ઞાન,કોઈ સમજુ એને વીસરે ?  

અણસમજુ તો બીજી સારી યે કદાચ ફરી ખાય
પણ સમજદાર વળી,બીજી ખાવા તૈયાર થાય ?

ધા ને ભુલો,પ્રાપ્ત જ્ઞાન વાપરો,લાગે એજ ઉપાય
કેટલાંકનો અનુભવ એવો,વર્ણવતાં મોં સિવાય

દિપક,આ લખાણનો કોઈ હેતુ હોય તો સમજાવ
જ્ઞાની થઈને તમે આવું પુછશો? જાવ દોસ્ત જાવ

દિપક ઠોકીયા   23-9-2020        

Standard

આરોપી-ગુનેગાર !

આરોપી-ગુનેગાર  ?!

કલાકારની જિંદગી ખતમ,પ્રશ્નોઉભા અનેક
પોલીસ,મીડિયા,રાજકારણી,વાપરો વિવેક

વિવેકભંગ ઠેરેઠેર દેખાય, શું ઠીક જણાય?
વાણી સ્વતંત્રતા/સ્વચ્છંદતા,પિત્રાઈ જણાય

આરોપી અગર ના ઠરે આખરે જો ગુનેગાર
તો પોલીસ ખોટી? કે ન્યાયે ભુલ થઇ લગાર ?

ક્યારેક ચાલાક વકીલની બુધ્ધિ કામ એ કરે
ગુનેગાર જણાતો આરોપી,યે નિર્દોષ જ ઠરે

લોકતંત્ર,પોલીસ,ન્યાયતંત્ર સર્વોત્તમ જરૂરી
લોકશાહી કાજ, બેદાગ રાજકારણી જરૂરી

મીડિયા,ચોથોસ્તંભ,કરે જો સ્વ ઉત્તમ કામ
ટપારે,પોલીસ,ન્યાયતંત્ર,રાજકારણી તમામ

દિપક,સ્વીકાર્ય ઝગમગતો લોકશાહી દીવડો
ભ્રષ્ટાચાર વિનાની આપણી લોકશાહી નીવડો

દિપક ઠોકીયા   21-9-2020

Standard

એક સુખી ને બીજો

  એક સુખી,ને બીજો ?

એક વ્યક્તિ જગતથી જાય,જગતનું  લુંટાય ?
વિડંબના,બીજી વ્યક્તિનું પુરું જગત લુંટાય

વિડંબનાથી ભરેલું જીવન જઈ રહ્યું હોય જેનું 
એ શું જવાબ દે?જો પુછાય તને દુઃખ શેનું ? 

સુખીઓને, દુઃખીઓના દુઃખોની હોય જાણ?
તેઓ તો સમજે,જગત તો સુખોની જ ખાણ

દુઃખીને,મનની શાંતિના ઉપદેશ પહોંચે એને ?
સ્વપ્નમાં પણ શાંતિ નથી,પુરા જીવનમાં જેને

દુઃખીને,એની વિકટ પળોમાં આપો પુરો સાથ
હિંમત આપીને પ્રેમ-હેતથી લઈ લો એને બાથ  

આશ્વાશન,સાંત્વનાના મીઠા બોલ પણ જરૂરી
એ ટાણે,દિલે ના હોવી જોઈએ જરાયે મગરૂરી

દિપક,કેમ અચાનક વાતો  સુખદુઃખની  આજે ?
વિચારું,એક સુખી,બીજો દુઃખી એવું જગે સાજે ?

દિપક ઠોકીયા   16-9-2020             


Standard

પડછાયાની કળા

    પડછાયાની કળા

પડછાયા માફક સાથે જ,એમ વખાણ થાય
મુજ સમ અણસમજુને ના બરાબર સમજાય

પડછાયો,પ્રકાશ(સુખ) વખતે તો એ રહે સાથે
ને અંધકાર(દુઃખ) ટાણે,કોણ જાણે ક્યાં  ભાગે 

વળી પ્રકાશ દિશા મુજબ બને ટુંકો ને લાંબો
એની એ વિચિત્ર કળાને તમે કેમ કરીને આંબો ?

માનવોએ કેટલાંક, પડછાયા જેવા સંબંધ રાખે  
એ જ પડછાયાના બાદમાં કેવા કેવા ફળ ચાખે ?

રીયા હતી જ ને સુશાંતનો આવો જ પડછાયો
આજકાલ મીડિયામાં એ સંબંધ કેવો ગરમાયો !!

રાજકારણમાં પણ એવા પડછાયા નથી જણાતા ?
આજે વખોડાય,જે ભુતકાળે ખુબ હતા વખણાતા

દિપક,પડછાયા પર વળી હોવાનો કોઈનો કાબુ ?
બસ,મારું એ જ તો મુખ્ય કહેવું હતું,મારા બાબુ

દિપક ઠોકીયા   14-9-2020   
   

Standard

પુનમની ભરતી

    પુનમની ભરતી

દરિયાને પુનમે,શીદ ઉભરાય ખુબ હેત ?
દોડે ચંદ્ર તરફ, જે નિરાંતે બેઠો દૂર ઠેઠ 

ખરે જ,કુદરત સદા કરતી જ રહે કરામત
કોઈ,પાડોશીથી અજાણ્યો, જાણે જગત  !

વિના પરિચય,નાની મુલાકાતે કોઈ ગમે
આજીવન જોડે,જેને દિલ સહેજે ના નમે  !

વિજ્ઞાન માટે અનેક કોયડા ઉકેલવા બાકી
કોઈ રોગની ના દવા,કોઈકને મટાડે ફાકી ! 

કોઈકને મળવા કાજ  મન સદા જ ઝંખે
કોઈકનો હસતો ચહેરો પણ મનને ડંખે  !

માનવ મનને પ્રશ્નો રહે સદા ભાતભાતના
મનથી સુખી યા દુખી,વિચારો જાતજાતના

દિપક,તું નવરો ધુપ,બીજાઓ નથી એવા
છતાં,મિત્રોને લાગે,બંદા તો મળવા જેવા  

દિપક ઠોકીયા 14-9-2020  





   

Standard

હાઇકુનું જોડકું

હાઇકુનું જોડકું


      ***********
    (અ) ગીતાનું જ્ઞાન                               (બ)  જ્ઞાન જો કાચું 
          ગાગરમાં સાગર                              તો ગાગર અધુરી
        એ છલકાય ?                                     ના છલકાય ?
   

દિપક ઠોકીયા 14-9-2020

Standard

ઘંટીના પડ વચ્ચે

  ઘંટીના પડ વચ્ચે ..

મધ્યમ વર્ગની હંમેશ,રહે વિચિત્ર દશા
ક્યારેક,ખુબ સહેવું પડે,વગર વાંકે કશા 

જુની કહેવત,બાર સાંધે ત્યાં તો તેર તુટે
હાલ તો, બાર સાંધે ત્યાં તો  તોત્તેર તુટે  



માતપિતાને જરૂર હોસ્પિટલની,પુરી કરે                                                           કરે પહેલા, કે સંતાનની કોલેજની ફી ભરે ?  

આવક માર્યાદિત,ખર્ચ વધુ,ચિન્તા રહેવાની
કેટલી તાકાત લાવે,આ મુશ્કેલીઓ સહેવાની ? 

ને લાયક કન્યા કાજ  યોગ્ય વર  શોધવાનો
ખોટો નિર્ણય લીધો,સમય આવે શોષવાનો

સામાજિક કુરિવાજો યે મુંઝવી નાખે અતિ
બિચારા એટલા ગુંગળાય,મુંઝાય જાય મતિ 

દિપક,ખરે જ લાગે,વાંસ દોરડે ચાલવા જેવું
સો એ દસ હારે,જેમતેમ ગબડાવે બાકી નેવું

દિપક ઠોકીયા   12-9-2020      

Standard