ઉછીનું અભિમાન

   ઉછીનું અભિમાન

તન ને બુધ્ધિ,કુદરતે ઉછીના જ દીધા
સમયે છુટશે,પહોંચો દ્વારે એના સીધા

કોઈક ઉછીના મળૅલનું અભિમાન કરે !
માને, સૌ મરે, પોતે વળી થોડો જ મરે   ?

જ્ઞાની એ જે,ઉછીનાનો ના કરે ગર્વ કદી
એને માન મળતું રહે ભલે વીતે ઘણી સદી

ઉછીનાનો તો સદુપયોગ જ કરવો રહ્યો
એને વળી વેડફાય?સદુપયોગે ભયોભયો

જગતને તો અજ્ઞાની-જ્ઞાની બંને મળવાના
અજ્ઞાની ભુલાય,જ્ઞાનીનાં દિન ઉજળવાના 

દિપક,થોડા સમજે “એ”ની બરાબર માયા 
સમજુ ફાવ્યા, ને અણસમજુ તો અટવાયા     

દિપક ઠોકીયા  30-8-2021 

    હાઈકુ

ટકશે કદી ?
ઉછીનું અભિમાન
દોસ્તો જાગશો ?  દિપક ઠોકીયા 

Standard

સમય ને જીવન

   સમય ને જીવન
 
સમય ક્યાં કોઈને માટે પણ અટકવાનું  કરશે પસંદ ?

હોય ભલે મોટો શહેનશાહ કે એનું અતિ પ્રિય ફરજંદ

કુદરતે કરેલી અનેક ક્માલોમાંની એક અદભુત, સમય

વીતેલી ક્ષણ,આવનારી ક્ષણ,કે મનપસંદ ક્ષણ છે સમય

જીવનના અનેક હિસ્સા સમયના,ને અનેક કિસ્સા પણ  

સમય સાચવીને જીતનારા, ને વેડફી ને હારનારા પણ

સમય એક સરખો નથી રહેતો,સદા જીવનમા માનવના

સુખે ના છકો,દુખે ના હારો,આવવાના ચોક્કસ માનવના

time is money,તદ્દન નવરો કહેવાશે માનથી માલદાર ?

ના ભાઈ ના,સમયને નાણાની માફક વાપરશે જ સમજદાર

દિપક,બનશે એમ,જે સમજદાર સાચવી લેશે દરેક સમયને 

જીવન એનું સચવાઈ જવાનું,વધુ શું જોઈએ અહીં માનવને?
 

            દિપક ઠોકિયા    25-8-2021                  

Standard

દાદા ની યાદ ,વૃક્ષ

   દાદાની યાદ,વૃક્ષ 

  મીઠ્ઠી રસદાર કેરી ખાતા,નાના પુત્રને,પિતા કહે,

“આ આંબો દાદાએ ઉછેર્યો ‘તો,  કેરી કેવી કહે ?”

“ખુબ સરસ કેરી, આપે કયો આંબો રોપ્યો  ડેડી ?”

શું બોલે? શરમાયા ખુબ,દીકરાને ગળે લીધો તેડી

“મારો પુત્ર કેવી કેરી ખાશે?ડેડી એ તો મને બતાવો ?”

“બેટા,ચુક્યો હું, મને અતિ થાય છે એનો પસ્તાવો”

વૃક્ષો, સારા સંસ્કારો દો વારસદારને આપના અચુક 

સાવધ રહો,સમયની આવશ્યકતા,ના કરો કોઈ ચુક

માલ-મિલકત,ધન દોલત ખુટવાના,સંસ્કાર જ ખીલે 

 ઉદાહરણીય જીવન જીવો, ના જવું પડે મોંએ વિલે
  

દિપક, કુટેવ ફરી પ્રગટી તારી, દેવા માંડી સલાહ

દુનિયા નથી જાણતી?માફ કરજો,મેં તો ચીંધી રાહ 

    દિપક ઠોકિયા.   21-8-2021                  

Standard

હાસ્ય સુકાય નહિ

 હાસ્ય સુકાય નહિ
જીવન રહ્યું,જખમો તો  આવવાના
ના રુદન,હસી ને જ એ સહેવાના 

દુનિયા એક,પરંતુ દરેકની અલગ
દેખાતાં સુખી, દુઃખી જ લગભગ 

રડમસ મુખ, જગતને વળી ગમે ?
દિલે દર્દ, હોઠે હાસ્ય,એને જ નમે   

લખાય/બોલાય એટલું ના સહેલું 
મંઝિલ માટે, ડગલું માંડો પહેલું

સરળ કર્યો તો સૌ એ કરવાના
મુશ્કેલ કરે, સાહસિક ઠરવાના

દિપક,રુદનને હાસ્યમાં ફેરવાય ?
કહું એમ,દુઃખ હસીને યે સહેવાય

દિપક ઠોકીયા  12-8-2021

Standard

ગરબડ તો લાગે

   ગરબડ તો લાગે

દરેક નોકરી માટે લાયકાત જરૂરી,ને રાજકારણ ?
ગરબડ તો લાગે

રાજકારણ નોકરી નથી,સેવા છે,સેવા કરવા મળતા લાભો !!!
ગરબડ તો લાગે

વળી એ લાભો કોણ નક્કી કરે, જાતે-પોતે !! એ ટાણે સૌ એક !!
ગરબડ તો લાગે

ગરબડ ઉકેલવાની જેની જવાબદારી એ જ કરે તો ?
ગરબડ તો લાગે  

નોકરી કરનાર નિવૃત્ત થાય ને અસક્ષમ રાજકારણી ?
ગરબડ તો લાગે

દિપક,વાડ જ ચીભડાં ગળે ત્યારે ……..
ગરબડ તો લાગે

દિપક ઠોકીયા    3-8-2021  
  

Standard

માહિતી અને જ્ઞાન

  માહિતી અને જ્ઞાન

મુજ અજ્ઞાનીને સરખાં,માહિતી ને જ્ઞાન
અજાણ હું પુરો જગતના અનેક વિજ્ઞાન 

માહિતી અર્થાત, બાબતે પુરી જાણકારી
જ્ઞાન એ જે સ્વ અથવા અન્યને ગુણકારી

ડોક્ટરની જાણકારી જ્ઞાન,એ જે કરે દવા
અજ્ઞાનીને તો સરખાં, પ્રાણવાયુ ને હવા

શિક્ષકની માહિતી, જ્ઞાન બનશે જરૂર
જયારે એ પ્રદાન કરે વિદ્યાર્થીને જરૂર

જ્ઞાન બનતી માહિતીઓ,સારી ગણાય
પુસ્તકોની માહિતી જ્ઞાન થતી જણાય

દિપક, કઈંક કહેવું હોય એવું તો લાગે    
છે અંદાજ?પહોંચશે એ કેટલાને ભાગે 

દિપક ઠોકીયા   31-7-2021  

Standard