અંતઃકરણ આવું

“અંત:કરણ” આવું

  અંતઃકરણ બન્યું આ બાબતોથી પુરું
ના સમજો બરાબર તો જ્ઞાન જ અધુરું

“મન”,”બુધ્ધિ”,”ચિત્ત”  એની રચના 
“મન” હંમેશ ચંચળ.કોઈ, હોય ઘટના

“બુદ્ધિમાં”“મન” કરતાં સ્થિરતા વધારે  
“ચિત્ત” પરોવતાં એ કાર્યને જરા સુધારે

અંતઃકરણની શુધ્ધતા,પવિત્રતા જરુરી
એ વગર કોઈપણ સાધના રહે અધુરી

આશિષ સદા અંતઃકરણના જ આપો
પામનારને સુખી કરો અને કષ્ટ કાપો

દિપક,જ્ઞાનમાં કાપતો નથી તું કાચું ?
શક્યતા ખરી,જ્ઞાની સુધારશે સાચું 

દિપક ઠોકીયા    26-4-2022

હાઈકુ :-

સમજો જરા

અંતઃકરણ આવું

એ શુધ્ધ રાખો

          

Standard