અંતે આવે જાય છે

      અંતે આવે જાય છે…

લાગણી ને ભાષા નડતી નથી 

       ક્યારેક ભાષાને લાગણી નડી જાય છે

પ્રેમને દેખાવ ક્યાં નડે છે ?

       ક્યારેક દેખાવને પ્રેમ અડી જાય છે 

વાદળાને સુરજ નડતો નથી 

       ક્યારેક સુરજ વાદળાને નડી જાય છે 

ઝરણાંને પથ્થરો નડતાં નથી 

         પથ્થરો ઝરણાંને ક્યારેક રોકી જાય છે 

શ્રોતાઓ વક્તાને રોકતા નથી 

        વક્તાના વચનો શ્રોતાઓને દઝાડી જાય છે 

જંગલો આગને રોકતા નથી 

          ક્યારેક આગ જંગલો બાળી જાય છે 

દિપક,છે એટલો સરળ લાગતો નથી 

             સરળતા દિપકને ઉજાળી જાય છે 

   દિપક ઠોકિયા      

Standard

અર્પણ તને મિત્ર

   અર્પણ તને મિત્ર 

ચાંદો,કેમ આજે લાગે મને માંદો માંદો ?

દોસ્ત,ચાંદો તો એ જ,તારા મનમાં વાંધો !

હા, વાત યે ખરી,સાચે જ છું ગડમથલમાં  

જણાવ,સાચા મિત્રો દોડી આવશે મદદમાં

ક્યારના આવી ગયા,તેઓ એ મુંઝવણમાં 

 જણાવો,કે રાખી મુકશો મનમાં ને મનમાં ?

મિત્રો બધું જાણે,બીજાને કહી શું કરું, બોલો ?

 તમને ઉકેલ મળી જ જશે,દિલ પુરેપુરુ ખોલો

દિપક,મિત્રો જેવો દિલી સહકાર ના  કશે મળે

નસીબવંતોને ઉત્તમ મિત્રો જીવનભરના મળે

    દિપક ઠોકિયા  27-4-2021           

Standard

નિયમ જગતનો

       નિયમ જગતનો

અર્જુન શું ભણ્યો,શું ભણ્યાં મહાત્મા ગાંધી? 

વિચારો આવાં કરશો  તો ઉઠે મગજે આંધી

પરિવર્તન નિયમ જગતનો કેમ બનો અજાણા?

સુરત,દિલ્હી કે ન્યુયોર્કના જુદાં હોવાના  ભાણા

દેશ તેવો વેષ,દાદા દાદી દિલથી ગયાં શીખવી 

ગુજરાતની કફની,લંડને પહેરો,ના નાંખે થીજવી ?

મિત્રો, યોગ્ય પરિવર્તનથી રહેવું સદા સુખી સુખી 

ઉલટા ચાલશો તો માની લેજો થવાના તમે દુઃખી
 

દિપક,સાદા નિયમમાં તું કેમ વાતમાં મોંણ નાંખે?

સૌ જાણે,બધાને ચોખ્ખું દેખાય છે પોતાની આંખે

       દિપક ઠોકિયા           

Standard

મળશે જ ઉકેલ

       મળશે જ  ઉકેલ

કહેવાય,દરેક સમસ્યાનો હલ  હોય જ  જરૂર

મનપસંદ ના હોવાથી,ક્યાં  આપણને  મંજુર ?

માનવને  ઉકેલ કરતાં,ઈચ્છા વધુ મનપસંદની 

ગુંચ થાય તે ક્ષણથી, શરુઆત કરાય  જંગની?

ધૃતરાષ્ટ્ર પાસે ઉકેલ નહોતો?થયું ને મહાભારત 

આવું બને ઘણા પ્રસંગે,ટાળી શકાય  હોનારત

ગુનેગાર દીકરાને બાપે છોડાવવો છે નિર્દોષ 

દીકરો સજા પામે,તો બાપ આપે ન્યાયને દોષ

ક્ષીર નીર ની સમજ ધરાવે જ સામાન્ય  જનતા

રાજકારણીઓ કરે જ એવું,  ગુંચવાય માનવતા

નિર્દોષને ફાંસી નથી થતી,છુટી જાય  મહાચોર

વિચારો વિદ્વાનો,અન્યાય આ યે  નથી ઘનઘોર ?

દિપક,સંપુર્ણ સુખી જગત રહે  નરી માત્ર કલ્પના 

કોઈક દિ એવો આવશે,બનશે હકીકત  કલ્પના

        દિપક ઠોકિયા  18-4-2021

Standard

વાત ની વાત અને

     વાત ની વાત અને …

બંદુકની ગોળીની જેમ દિલમાં ઉતરી જાય, વાત સાચી 

ચકડોળની જેમ ગોળગોળ ફરે, વાત લાગે જરૂર કાચી

કોઈ સંભળાવે ને સાંભળતાં જો દિલ ઉઠે નાચી નાચી                                                                                   ખાનગીમાં પાકી ખાત્રી કરવી કે હતી એ વાત  સાચી ?

વાતમાં ને વાતમાં લાત મારે, કેટલો એ કડવો સ્વભાવ ?

 વાત વધારવી નથી, વાળી લઈએ,નથી આપવો ભાવ

કરવી જ હોય તો કરો શેક્સપિયર  કે કાલિદાસની વાત 

હાથે કલમ છે,નર્મદની રાખો શરમ,કરો ઊંચામાંની વાત

વાત વાતમાં ખોટું પડે,સંભાળીને વાત એ સંગ ચગાવવી 

વાત નુ વતેસર થઈ જાય,તો તુર્ત સંભાળવા ચા મંગાવવી

દિપક,વાતમાં ને વાતમાં તેં, અઢળક  દીધું નથી  બાફી ?

સાચી ટીકાનો મારો આવે તો ઈજ્જતથી માંગી લેજે માફી

  દિપક ઠોકિયા   18-4-2021

Standard

એક કુટપ્રશ્ન જીવન

     એક કુટપ્રશ્ન , જીવન

સરેરાશ માનવ  મુસીબતોથી ઘેરાયેલો  હોય કાયમ

લાગે ક્યારેક,શું કુદરતે આવો ઘડયો જીવવાનો નિયમ ?

બાર સાંધે…જુની વાત,હવે તો બાર સાંધે ત્યાં બોત્તેર તુટે

 હિમ્મતવાન જીવન જીવી જાય, ના એમની હિંમત ખુટે !

ઘણા કરતાં તમારું દુઃખ નાનું જ હોય,સદા યાદ એ રાખો 

એ ટકી જવાની તાકાત દઈ જશે,આશા સદા જીવંત રાખો

નિષ્ફળતા,એક ગુરુ,મળે ત્યારે શીખી લેવાનું ના ભુલો કદી

ના છકો સફળતાથી , પગ ધરતીએ રાખો, સંતો ગયા વદી

જીવનનું સાચું સરવૈયું  ગયા પછી થાય,ને વળી કરે  બીજા

આપણે તો નિયમસર જીવી જવું, પછી દુઃખી થાય  બીજા

દિપક,ટકોર વિચારવા જેવી,અમલમાં રહે  એટલી સહેલી ?

પ્રયત્નોમાંથી ના જવું,સ્વીકારો જીવનમાં આવશે જ પહેલી

     દિપક ઠોકિયા  9-4-2021                        

Standard

સમય ને સમજો

સમય નેસમજો

સમય ક્યાં કોઈને માટે પણ અટકવાનું કરશે પસંદ
હોય ભલે મોટો શહેનશાહ કે એનું અતિ પ્રિય ફરજંદ

કુદરતે કરેલી અનેક ક્માલોમાંની અદભુત, જે સમય
વીતેલી ક્ષણ,આવનારી ક્ષણ, મનપસંદ ક્ષણ, સમય

જીવનના અનેક હિસ્સા સમયના,ને કિસ્સા પણ ખરા
સમય સાચવીને જીતનારા,વેડફીને હારનારા યે ખરા

સમય એક સરખો નથી રહેતો,સદા જીવનમા માનવના
સુખે ના છકો,દુખે ના હારો,જે આવે જીવનમા માનવના

time is money,તદ્દન નવરો ગણાશે માનથી માલદાર ?
ના ભાઈ ના,સમયને નાણાની માફક વાપરે સમજદાર

દિપક,બનશે એમ,જે સમજદાર સાચવી લેશે દરેક સમયને
જીવન એમનું યે સચવાઈ જવાનું,વધુ શું જોઈએ માનવને ?

        દિપક ઠોકિયા  7-4-2021                    
Standard

કંચન કે કથીર


કંચન કે કથીર ?

ક્યાંક મનના ઊંડાણે ધરબાયેલા વિચારો વહેતા કરું છું.મૌલિક છે,પરંતુ જાણ્યે અજાણ્યે કોઈકની પુનરોક્તિ જણાય તો તે આકસ્મિક છે,એની અંત:કરણથી ખાત્રી આપું છું.

(૧) જીવનમાં ઓછામો ઓછો એક અને વધુમાં વધુ બે મિત્રો એવાં જરૂર રાખો,કે જેની સમક્ષ સંપૂર્ણ સત્ય રજુ કરી શકો.

(૨)સૌથી નજીકની વ્યક્તિ પ્રત્યે પણ હ્રદયના ખુણામાં એવો ભાવ હંમેશ રાખો કે જેથી તેના અનંત વિયોગ સમયે અથવા નિર્લજ્જ બેવફાઈ વખતે જાતને સંભાળી શકો.

(૩) સ્થિતપ્રજ્ઞતા વાસ્તવમાં શક્ય છે કે નહીં,ખબર નથી.પરંતુ એ કેળવવાનો સંનિષ્ઠ પ્રયાસ સભાનપણે અવશ્ય કરો.

(૪) અભિમાન,સ્વાભિમાન,ગૌરવ,અહંમ, એકબીજા સાથે ભેળસેળ થઇ જાય એટલાં નજીક છે.દરેકનો માર્મિક અર્થ જુદો છે,ભેદ સમજો અને સજાગપણે સ્વભાવમાં ક્યાંક ગરબડ ના સર્જે તેની કાળજી રાખો.

(૫) સ્વાનુભવે સખેદ કબુલ કરું છું કે આળસ જીવનનો અમુલ્ય સમય વેડફી શકે છે. સ્વમાંથી,સ્વજન ને મિત્રોમાંથી દુર કરવાનો પ્રયત્ન સદાયે અવકારણીય ગણાશે.

(૬) માન,સન્માન,અને પ્રશંસા નો મોહ છોડીને સાચું,સારું,ને મનને ખુબ ગમતું કાર્ય કરીને આનંદ પ્રાપ્ત કરો.

(૭) સર્વગુણ સંપન્ન વ્યક્તિની આશા રાખ્યા વગર સહજભાવે સહ્રદયી મિત્રો મળે તો ખુશ રહો.પણ મિત્રો ના દુર્ગુણ પ્રત્યે ધ્યાન દોરી દુર કરવાના યત્નો અવશ્ય કરો.

(૮) ફક્ત ભગવાન ને ભક્તોને ભાંડવાથી રેશનાલીસ્ટ બનવાનું છોડીને રેશનાલીસ્ટ ની વ્યાખ્યા સંપૂર્ણ સમજી ઉત્તમ રેશનાલીસ્ટ
બનો એ યોગ્ય છે.

(૯) “ નરો વા કુંજર “—વ્યવહારું વર્તનનો સરસ નમુનો છે.મુશ્કેલી એ છે કે વ્યવહારું વર્તન પણ સાચા માનવનો મનનો બોજ તો વધારે જ છે.વેદિયા કરતાં વ્યવહારું સારા એ મારો મત છે,ખોટો હોવાની સંભાવના સ્વીકા(૧૦) ઇતિહાસકારો તટસ્થ ના હોય તો ?વાંચક ખોટા મત બાંધે છે. ઇતિહાસકારો,જાહેર પ્રસારકો,(Media), અસંખ્ય અનુયાયીઓ ધરાવનારાઓ,ખુબ જ જવાબદાર વર્તન/વાણી/લ

(૧૧) અવાજ,દેખાવ,બાંધો અનુવાંશિક છે,પોતાના હાથમાં નથી .સ્વભાવ,વર્તન,વાણી મિત્રો,જીવનસાથી,વ્યક્તિ સ્વયં ઘડી /મેળવી શકે છે.

(૧૨)જીવનના ઘણા પ્રસંગો “અખ્ત્યારમાં” અને “અખત્યાર બહાર ” (cantroleble and non cantroleble) હોય છે.અખત્યારમાં હોય તે માટે સંપૂર્ણ પ્રયત્ન સર્વોત્તમ માટે જ કરાય અને અખત્યાર બહાર માટે બિન જરૂરી અફસોસ ત્યાગો.

કોઈક માટે આ કંચન હશે ને કોઈક માટે કથીર,અર્પી ને અટકું ?

દિપક ઠોકિયા

Standard

લો અંતરની વાત

લો,અંતરની વાત

હજારો માઈલનું આજ આપણી વચ્ચે અંતર ,
દુઃખ નથી,કારણ કે નથી અંતર વચ્ચે અંતર

નથી બનતું એવું, બધાનું દુઃખ જાય સદંતર
તો યે શુભેચ્છા પાઠવીશ કે ખુશ રહો નિરંતર

નકામી આ વાતો લાગે કેટલાકને જન્તરમંતર
પણ મને તો ખુશ રાખે સદા એ ભીંજવી અંતર

અંતર ક્યાં ઠેરેઠર ખુશીથી ખોલી શકાય સદા ?
એ માટે અત્યંત આવશ્યક સાચા મિત્રની અદા

સાચા મિત્રો કદી યે હોતા નથી હીરાથી ઉતરતા
મિત્ર તણા દુઃખ ટાણે દોડે એ પરસેવે નીતરતા

દિપક,અંધારા સિવાય સૌ સાથે હોય તુજ દોસ્તી
આથી સઘળા સજ્જન મળે તારા શુધ્ધ સોબતી

દિપક ઠોકીયા 7-4-2021

Standard