પ્રથમ તે પ્રથમ

             પ્રથમ તે પ્રથમ  

પહેલો પ્રેમ,પગાર,પછડાટ કદી ભુલાય ?
જેના જો ભુલાય,એની યાદશક્તિ લજાય

આમ તો ઘણુંઘણું જીવનમાં પ્રથમ જ રહે
માનવી કેટલાંકમાં ખુશ,કોઇકમાં દર્દ સહે

સમય અને ઢીલી યાદશક્તિ ઘણું ભુલાવે
યાદો,માનવીને સારા ભુતકાળે ફેરવી લાવે

માનવી,મનમાં સુખી ને મનમાં દુઃખી મળે
મનની ગુલામી ત્યાગે એ ભારે સુખી નીકળે

અળવીતરું મગજ,ભુલવા જેવું  યાદ કરાવે
એ વમળમાં ફસાયા,તેઓ ચઢ્યા ચકરાવે

ભુતકાળ-ભવિષ્ય જરૂરી? વર્તમાન ચાલે
વર્તમાનની ક્ષણો માણે એ અચુક  મ્હાલે

દિપક,સાચો સુખી પૂર્ણપણે વર્તમાને  જીવે
ખરે ટાણે બોલે, અને ખરે ટાણે હોઠ સીવે

                   દિપક ઠોકીયા   17-4-2024
હાઈકુ : –

એ વાત જુદી

પ્રથમ તે પ્રથમ

ભુલાય કદી ?


Standard

Leave a comment