જે.પળથી.ના.હોઈશ.હું

જે પળથી ના હોઈશ હું

સદા કોણ રહ્યું ને રહેવાના આ જગતમાં ?

તૈયાર બેઠો હું,જોડાવા એ અજાણી સફરમાં

જાણ્યે અજાણ્યે ભૂલ ગુનાઓ થયાં જ હશે

અંત:કરણથી ક્ષમા યાચું,મળશે,એ આશા હશે

મુલાવજો,મને દરેક ખૂણેથી ન્યાયાધીશ બની

નવી પેઢીને માર્ગ દર્શાવજો દીવાદાંડી બની

જન્મે કોણ ખરાબ હોય?તો પછી કેમ થાય છે?

કારણ શોધી સુધારવામાં જગતનું શું જાય છે?

કરવાનું બધું ક્યાં પુરા જન્મે થાય છે કોઇથી પણ?

મળી રહે છે જગતમાં કીડીને કણ ને હાથીને મણ

દિપક,મન ખોલીને વાત ના થાય?ચોખવટ કર

શબ્દોમાં બધું સમાય? લઉં વિદાય જોડી કર

દિપક ઠોકિયા ડીસેમ્બર ૨૨ ૨૦૧૫

Standard

One thought on “જે.પળથી.ના.હોઈશ.હું

Leave a comment