ના બોલાયેલા શબ્દો

    ના બોલાયેલા શબ્દો

એ ટાણે વડીલની તો અચૂક જ હતી ભુલ
મર્યાદા ના કારણે, શબ્દો અટક્યા,કબુલ 

યુવાની શિખરે,પ્રેમી સામે,શબ્દો નીકળ્યા ?
નીકળ્યા હોત,રહેવાના હતા એ પીગળ્યા ?

ભરચક કોર્ટ રૂમ,આરોપી નજીકના સગા
બસ મુંગા રહ્યા, અને ટળી એમની સજા    

કિન્તુ મન દ્વારા જે સજા થઇ રહી છે મને 
હવે દરેક પળે મન સતત  સજા કરે છે મને

ના બોલાયેલા શબ્દો, મુંઝવતી વાર્તા રચે
ક્યારેક હૈયુ ચીસ પાડે,ને હૈયે ધમાલ મચે

દિપક,કેટકેટલાં જીવનના આવા બનાવો !
મન કહે,આના કરતાં મૂંગાપણું અપનાવો 

                  દિપક ઠોકીયા    14-5-2024

હાઈકુ :-

ગુંગળાવે છે

ના બોલાયેલા શબ્દો

પીગળાવે છે       
 

Standard

જરૂરિયાત-ઈચ્છા 

                જરૂરિયાત-ઈચ્છા 

              અત્યંત જરૂરી,  જે માનવ જીવન માટે
                  જરૂરિયાત,હવા,પાણી,અન્ન,અમ માટે

                  જરીરિયાત તો કમ,કિન્તુ ઈચ્છા ઘણી
                  જેવી પુરી થાય, દોડ ઈચ્છાઓ ભણી

                  રોટી,કપડા,મકાન,આવે બંનેની વચ્ચે
                  એના વગર  માનવ જીવન ચઢશે ધક્કે

                  હવા જરૂરિયાત,કિન્તુ AC જ,એ ઈચ્છા
                  રૂમ-રસોડું જરૂરિયાત,મહેલ તો ઈચ્છા

                  પ્રેમ ગણાય,સામાન્ય જનની જરૂરિયાત
                  હું કોને?કોણ મને? ભાઈ એ મરજિયાત

                  દિપક, લીધી છે ઉછીની વાત,પણ રીત ?
                  અન્ય કાજ ભલે ઠીક,ખુશ મિત્રો-મનમીત

                                                      દિપક ઠોકીયા   5-5-2024

                            હાઈકુ : –

                    આ સમજાવો

                    જરૂરિયાત

                    અન્ન-હાટેલ    

       

Standard