અડગતા.તો.અનિવાર્ય

 

જંગલની કેડીએ ચાલતાં ઉઝરડા તો પડવાના

ગરીબ,લાચારને ખરાબ ગ્રહો તો ભાઈ નડવાના

નળ,દમયંતી કે પાંડવો, કોને નથી પડ્યાં દુખ ?

કટુ સમયે અડગ રહેનારની વાટ જુએ છે સુખ

ટકી જવાની કળા તો માનવે હાંસલ કરવી રહી

કશું કાયમનું નથી,દુઃખ પણ,શ્રધ્ધા કેળવવી રહી

સૌ જાણે,વખાણની ખેવના વિના યે જરૂર લખાય

એ નિયમે જ મીરાં,નરસિંહ,અખો હજીયે વખણાય

દિપક, હિંમતે મર્દા……..આખી દુનિયા એ જાણે

જરા અલગ વાત તું કરશે ને વિચારે કે મને વખાણે !

દિપક ઠોકિયા,જાન્યુઆરી ૧૬,૨૦૧૬ (વિવાન ની બર્થડે )

Standard

Leave a comment