અજ્ઞાન તણું જ્ઞાન

અજ્ઞાન તણું જ્ઞાન

ધરાવે જે સંપુર્ણ જ્ઞાન સ્વ અજ્ઞાનનું
દોસ્તો,એ જ્ઞાનને ના માની લેશો નાનું

જ્ઞાનના પ્રદર્શનમાં,અજ્ઞાનનું થઇ જાય
વક્તાના ઉદાહરણ મળે,શ્રોતાનું શું થાય?

પરા વિદ્યાને કહેવાયું,મોક્ષ પ્રાપ્તિનું જ્ઞાન
મોક્ષને ના માનનારને,ભલું એમનું વિજ્ઞાન

પરા વિદ્યાનું જ્ઞાન,ક્યાં પામી શકે છે બધા?
વિરલનો માર્ગ,કેટલાકને અજ્ઞાનમાં સુવિધા !

જ્ઞાનને, સીમા રહેવાની,અજ્ઞાન જ હોય અસીમ
ડોક્ટર-વકીલનું જ્ઞાન અલગ,વકીલ બને હકીમ?

દિપક,ટુંકમાં, અજ્ઞાનનું જ્ઞાન હોવું સલાહ ભર્યું
ખોટા દેખાડામાં,તરી આવે બુરું અજ્ઞાન જ નર્યું

દિપક ઠોકિયા,અપ્રિલ ૬,૨૦૧૭
dipakthokia.wordpress.com

Standard

Leave a comment