સાસુ,નિવૃત્ત થાય !?

સાસુ,નિવૃત્ત થાય !?

એક્તાજીએ, સાસુ, વહુના સંબંધો ખુબ ગજવ્યા
સીરીયલોએ એમની,થોડા માનવોને ખુબ પજવ્યા

નાદાનોને,”સાસુ”,સંબંધ ગણાય કે હોદ્દો,ના સમજાય
કેમકે ક્યાંક,એ સંબંધ હોદ્દામાં પરિવર્તિત થઇ જાય

આમ તો સાસુ, આદરણીય ને માતૃ તુલ્ય જ ગણાય
જ્યાં હોદ્દો સંભાળે,નાપસંદ ઉપરીમાં ફેરવાઈ જ જાય

વળી,સાસુને,દીકરી તણો કહ્યાગરો જમાઈ પસંદ અતિ
જેવી વાત વહુની આવે,સાસુઓની કેમ ફેરવાઈ મતિ !?

અમલદાર સાસુ,લાંબા સમયે ક્યારેક નિવૃત્ત તો થાય
કિન્તુ,મીઠ્ઠી સાસુના લાંબા સમય સુધી ગુણલા ગવાય

સાસુ આખરે તો માનવ, દરેક જ રહેવાની તો અલગ
સસરો મોટા ભાગે શાંત,વહુઓને ના ફરિયાદ લગભગ

દિપક,એકતાજી કરતાં તું ક્યાં કમ? કરી એજ તેં કથા
મારી વાત સાચી કે ખોટી,પુછી જોજો વહુઓની વ્યથા

દિપક ઠોકિયા,અપ્રિલ ૧૩ ૨૦૧૭
dipakthokia.wordpress.com

Standard

Leave a comment