આનંદના ત્રાજવા

આનંદના ત્રાજવા

ફૂટપટ્ટી,અરીસો ને ત્રાજવા, અસત્ય કદી બોલે?
પણ શું થાય? જયારે લોકો ખોટા કાંટલે તોલે?

એક, અમેરિકા નથી જઈ શકાતું, એટલે દુઃખી
બીજો, આવી પડીને ફસાયો !!, માટે ભારે દુઃખી !!

ચાર ધામ યાત્રા હજી નથી કરી, એનો અફસોસ
ત્યાંજ બેસીને ભીખ માંગે, કાઢે ભાગ્યનો દોષ

એક સદા ઝંખે પોતાની સાથે જ રહે ટોળેટોળા
બીજાને સાથે જ રહેતાં ભાસે, નસીબમાં રોળા

પારકે ભાણે તો લાડુ અવશ્ય લાગવાનો મોટો
જો બુધ્ધીથી વિચારે,તો ખબર પડે, હતો ખોટો

સંતોષના સુખની મજા રહેવાની જ કંઇક ઓર
મળેલાંમાં ખુશ રહેનારને,આનંદ આનંદ ચારેકોર

દિપક, મન માંકડાને કોણ સત્ય સમજાવી શકે ?
મિત્રો,મનથી સુખી રહેનાર વળી દુઃખી હોઈ શકે?

દિપક ઠોકિયા,ફેબ્રુઆરી ૧૨,૨૦૧૮
dipakthokia.wordpress.com

Standard

Leave a comment